ગુજરાત

gujarat

ETV Bharat / international

વિશ્વમાં કોરોનાથી 1.26 લાખથી વધુના મોત , 19 લાખથી વધુ લોકો સંક્રમિત

વિશ્વભરમાં કોરોના વાઈરસની મહામારીથી આત્યાર સુધીમાં એક લાખ 26 હજાર 604 લોકો મૃત્યુ પામ્યા છે. વિશ્વના 208 દેશોમાં 19,98,111 થી વધારે લોકો કોરોના સંક્રમિત છે.

વિશ્વમાં કોરોનાથી 1.26 લાખથી વધારે મોત , 19 લાખથી વધુ લોકો સંક્રમિત
વિશ્વમાં કોરોનાથી 1.26 લાખથી વધારે મોત , 19 લાખથી વધુ લોકો સંક્રમિત

By

Published : Apr 15, 2020, 11:07 PM IST

વોશિંગ્ટનઃ વૈશ્વિક મહામારી કોરોના વાઈરસથી વિશ્વમાં મૃત્યુઆંક 1,26,604 પર પહોંચ્યો છે. ત્યારે કોરોના સંક્રમિતોની સંખ્યા 19,98,111થી વધી છે. આ આંકડો વર્લ્ડોમીટર પરથી લેવામાં આવ્યો છે. આંકડા મુજબ વિશ્વભરમાં કોરોના વાઈરસથી સંક્રમિત 4,78,659 લોકો સ્વસ્થ પણ થઈ ગયા છે.

અમેરિકામાં કોરોના વાઈરસ સંક્રમિતોની સંખ્યા 6,13,886 પર પહોંચી તો 26 હજાર 47 લોકોના મોત થયા છે. ન્યુયોર્કમાં કોરોનાથી 10,834 લોકોના મોત થયા છે.

ઈટલીમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 1,62,488 પર તો 21 હજાર 67 લોકોના મોત થયા છે.

સ્પેનમાં 18,225 કોરોનાથી લોકોના મોતના કેસ સામે આવ્યા છે. ફ્રાંસમાં અત્યાર સુધીમાં 15,729 અને જર્મનીમાં 3,495 કોરોનાથી મૃત્યુ થયા છે. તો વિશ્વના અન્ય દેશોની વાત કરીએ તો બ્રિટનમાં કોરોના સંક્રમણથી મરનારની સંખ્યા 12,107 પર પહોંચી છે. આ માત્ર હોસ્પિટલમાં મૃત્યુ થનાર લોકોની છે.

ABOUT THE AUTHOR

...view details