- આજે UNમાં વડાપ્રધાન મોદીનુ ભાષણ
- આંતકવાદ રહેશે પ્રમુખ મુદ્દો
- 4 વાર વડાપ્રધાન UNને સંબોધશે
દિલ્હી : વડાપ્રધાન આજે ન્યુયોર્ક પહોંચી ગયા છે જ્યા તેઓ સંયુક્ત રાષ્ટ્રને સંબોધિત કરશે. મોદી કોરોના, આંતકવાદ જેવા મૃદ્દાઓ પર સંયુક્ત રાષ્ટ્રને સંબોધિત કરશે. આ UNનું 78મું સત્ર છે. વડાપ્રધાન મોદીના ભાષણમાં દુનિયામાં બદલાઈ રહેલી સુરક્ષા પરિસ્થિતિ અને વૈશ્વિક સંસ્થાઓમાં જરૂરી સુધાર જેવા મૃદ્દાઓ વિશે સાંભળવા મળશે.
આંતકવાદ પ્રમુખ મૃદ્દો
આ સાથે વડાપ્રધાનના સંબોધનમાં અફઘાનિસ્તાનમાં અસ્થિરતાની હાલની પરિસ્થિતિને જોતા આંતકવાદના પડકાર સામે લડવા માટે રણનીતિ પર જોર આપવામાં આવશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીના અનુસાર UNમાં વડાપ્રધાનનું ભાષણ 20 મિનિટ સુધી હશે.
આ પણ વાંચો : રોહિણી કોર્ટમાં ફાયરિંગ મુદ્દે દિલ્હીના વકીલો આજે હડતાલ પર
સાંજે 6.30 શરૂ થશે ભાષણ
વડાપ્રધાનનું ભાષણ ભારતીય સમય અનુસાર 6.30 વાગે શરૂ થશે. વડાપ્રધાન આજે રાતે 9.15 મિનિટે ભારત આવવા રવાના થશે. વડાપ્રધાન મોદી સંયુક્ત રાષ્ટ્રમાં સંબોધન કરશે, આ તેમનું વડાપ્રધાન તરીરે 4 સંબોધન હશે. આ પહેલા વડાપ્રધાન મોદીઓ 2014માં પહેલી વાર UNને સંબોધિત કર્યું હતું. 2019માં વડાપ્રધા મોદીએ UNને સંબોધિત કર્યું હતું. પાછલા વર્ષે કોરોના મહામારીને કારણે મોદીએ વર્ચુઅલ સંબોધન કર્યું હતું.
આ પણ વાંચો :UPSC પરીક્ષા 2020 નું પરિણામ જાહેર, કાર્તિક જીવાણી ગુજરાતમાં પ્રથમ અને દેશમાં 8માં સ્થાને
ભારતે યુએન ફંડિંગની ચુકવણી પૂર્ણ કરી છે
ભારત 41 સભ્ય દેશોમાંથી એક છે જેણે સમયસર યુએન ફંડિંગની ચુકવણી પૂર્ણ કરી છે. અત્યારે ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું કામચલાઉ સભ્ય છે, ઓગસ્ટમાં UNSC ના પ્રમુખ પણ રહી ચૂક્યા છે, ભારતે સંયુક્ત રાષ્ટ્રસંઘની લગભગ તમામ સંસ્થાઓની અધ્યક્ષતા કરી છે.