ગુજરાત

gujarat

ETV Bharat / international

મિશન અપોલોના 50 વર્ષ પૂર્ણ થતાં ગૂગલે બનાવ્યું ડૂડલ

ન્યુઝ ડેસ્ક: ચંદ્ર પર અમેરિકાનું મિશન Apolloના 50 વર્ષ પૂર્ણ થવા પર ગૂગલે ડૂડલ બનાવ્યું છે. આ ડૂડલમાં Google એ એક એસ્ટ્રોનોટને ચંદ્ર પર ઉતરતો દેખાડ્યો છે. આ સાથે જ ડૂડલ પર એક પ્લેનું બટન છે, જેના પર ક્લિક કરતા વીડિયો દ્રારા સમગ્ર ઘટનાક્રમ વિશે જાણી શકાય છે. 16 જુલાઈ 1969 એ લોન્ચ થયેલો અપોલો 11 ચંદ્ર માટેનું એક અમેરિકાનું મિશન હતું.

ફાઈલ ફોટો

By

Published : Jul 19, 2019, 9:55 AM IST

અપોલો 11નું મિશન પ્લાન બે લોકોને ચંદ્રની ધરતી પર લઈ જવા અને તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત લાવવાના હતો. 16 જુલાઈ 1969માં કેનેડી સ્પેસ સેન્ટર લૉન્ચ કોમ્પ્લેક્સ 39 એ સવારે 08:32 વાગ્યે લૉન્ચ થયું હતું. અંતરિક્ષ યાનમાં ત્રણના એક ચાલક દળને લઈ જવામાં આવ્યા જેમાં મિશન કમાંડર નીલ આર્મસ્ટ્રોંગ, કમાંડર મોડ્યુલ પાયલટ માઈકલ કોલિન્સ અને લુનર મોડ્યુલ પાયલટ એડવિન ઈ.અલ્ડ્રિન જુનિયરનો સમાવેશ હતો.

ચંદ્ર પર ઉતરનારું પહેલું માનવયુક્ત અંતરિક્ષ યાન 20 જુલાઈ 1969ના બપોરે 3:17 વાગ્યે (અમેરિકાના સમયનુસાર) ઉતર્યુ હતું. જ્યારે અપોલો 11 લુનર મોડ્યુલ, ઈગલ, ધોડી ટ્રેંક્કિલેટિટિસમાં ઉતર્યું ત્યારે 0° 4'5 "N અક્ષાંશ, 23/42 42'28" E દેશાંતર પર સ્થિત હતું. ઈગલ નજીકના હાઈલૈંડ સામગ્રીથી લગભગ 50 કિલોમીટરની દુરી પર અને લગભગ 180 મીટર ડાયમીટરમાં એર શાપ્ડ રિમ્ડ ખાડાથી લગભગ 400 મીટર પશ્ચિમમાં ઉતર્યું હતું.

અપોલો 11 એ અંતરિક્ષ યાત્રિયો પાસે જમીન પર રહેતા અસાધારણ ગતિવિધી દરમિયાન ઘણા કામ કર્યા હતા. સીમિત સમયમાં અંતરિક્ષ યાત્રિયોએ ચાંદના નમુનાઓ ભેગા કર્યા, કેટલાય પ્રયોગો કર્યા અને ચંદ્રની જમીનની તપાસ અને તસ્વીરો ખેંચવીની યોજના બનાવી. ઈવીએ લગભગ 2.5 કલાક સુધી ચાલ્યું. બધી વૈજ્ઞાનિક ગતિવિધિઓને સંતોષકારક રીતે પુર્ણ કરવામાં આવી હતી. તમામ ઉપરકણોને તૈનાત કરવામાં આવ્યા હતા અને નમુનાઓ એકત્ર કરવામાં આવ્યા હતા.

મિશન અપોલોના 50 વર્ષ પૂર્ણ Google બનાવ્યું ડૂડલ

અપોલો 11 ચંદ્રની જમીન પર વૈજ્ઞાનિક ઘટનાઓનું નિરીક્ષણ કરનારું પહેલું મિશન હતું. આ મિશન દરમિયાન સર્ફેસ અને ઓર્બિટલ, ફોટોગ્રાફીએ માત્ર પહેલા ચંદ્ર પર લેન્ડીંગ અને અંતરિક્ષ યાત્રિયોની અસાધારણ ગતિવિધીઓનું ડોક્યુમેન્ટેશન કરવાનું કામ કર્યું. આ ઉપરાંત ભવિષ્યના મિશનોના અભ્યાસ માટે વિસ્તાર અને પ્રયોગોની ઓળખ પણ કરી હતી. પોતાના નમુના સંગ્રહ ગતિવિધિઓ સિવાય અપોલો 11 દળએ ચંદ્રની ધરતી પર કેટલાય પ્રયોગ કર્યા. આ પ્રયોગોમાં અમુકના પરિણામ ચાલક દળ દ્રારા પૃથ્વી પર પ્રસારિત કરવામાં આવ્યા હતા અથવા તો પ્રયોગશાળા વિશ્લેષણ માટે પૃથ્વી પર પરત આવ્યા હતા.

અપોલો 11 એ ચંદ્રથી પૃથ્વી પર પરત જનારું પહેલું ભૂગર્ભીય નમુનાઓ લાવ્યું હતું. જેમાં અંતરિક્ષ યાત્રિયોએ 22 કિલોગ્રામ સામગ્રી એકત્ર કરી, જેમાં 50 ખડકોનો સમાવેશ હતો. જીણી દાણાદાર ચંદ્રની માટી અને બે કોર ટ્યુબોના નમુના જેમાં ચંદ્રની જમીનથી 13 સેંટીમીટર સુધીની સામગ્રીનો સમાવેશ હતો. આ નમુનાઓમાં પાણી નથી અને ચંદ્રના ઈતિહાસમાં કોઈ પણ સમય જીવો માટે કોઈ સબુત આપવામાં આવ્યું નથી. અપોલો 11 લેન્ડિંગ સ્થળ પર બે મુખ્ય પ્રકારની ખડકો, બેસાલ્ટ અને બ્રૈકિયાસ મળી આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details