ગુજરાત

gujarat

ETV Bharat / international

બગદાદમાં અમેરિકી બેઝ અને ગ્રીન જોન પર મિસાઈલ હુમલો - અમેરિકી

ઈરાકઃ બગદાદમાં બે મિસાઈલ હુમલા થયા હતા. અમેરિકી બેઝ પર બે મિસાઈલ વડે હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે બીજો હુમલો બગદાદના અતિસંવેદનશીલ વિસ્તાર ગ્રિન જોનમાં પણ મિસાઈલ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ જગ્યાએ અમેરિકી દુતાવાસ છે.

Rockets hit US embassy
બગદાદમાં બે મિસાઈલ હુમલા થયા

By

Published : Jan 5, 2020, 9:10 AM IST

ઈરાકની રાજધાની બગદાદમાં બે મિસાઈલ હુમલા થયા હતા. આ બન્ને હુમલા અલગ અલગ જગ્યાએ થયા છે.

સુરક્ષા વિભાગે આપેલી માહિતી મુજબ, કત્યુષા મિસાઈલથી અલ-બલાદ એર બેઝ પર હુમલો કર્યો હતો.

આ પહેલા ઈરાનના ઈસ્લામિર રિવોલ્યૂશનરી ગાર્ડ કોપ્ર્સ કદ્સ ફોર્સના પ્રમુખ જનરલ કાસિમ સુલેમાની ઈરાકની રાજધાની બગદાદમાં અમેરિકી હવાઈ હુમલામાં ઠાર કરાયો હતો. આ હુમલો અમેરિકી રાષ્ટ્રપતિના ઈશારે થયો હતો. જે બાદ અમેરિકા ઈરાન વચ્ચેનો સંઘર્ષ વધી ગયો છે.

બગદાદમાં બે મિસાઈલ હુમલા થયા

અમેરિકી હુમલામાં જનસંપર્ક નિર્દેશક મોહમ્મદ રજા અલ-જબેરી અને તેના ચાર સાથીઓના મોત થયા હતા. જેના જવાબમાં બગદાદ એર પોર્ટ પાસે રહેલા સ્થિત સૈન્ય છાવણી પર 3 કત્યૂશા રોકેટોથી હુમલો કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details