ગુજરાત

gujarat

ETV Bharat / international

મિનેસોટાના રાજ્યપાલે CNNના પત્રકારની ધરપકડ બદલ માફી માગી - cnn journalist news

જ્યોર્જ ફ્લોઇડના મૃત્યુ બાદ હિંસક વિરોધ પ્રદર્શન અંગે લાઈવ ટેલિકાસ્ટ દરમિયાન CNNના એક પત્રકારની ધરપકડ કરવામાં આવી હતી. જેને લઈ મિનેસોટાના રાજ્યપાલ ટિમ વાલ્જે માફી માંગી છે.

Minnesota governor, Etv bharat
Minnesota governor

By

Published : May 30, 2020, 7:27 PM IST

ન્યૂયોર્ક: જ્યોર્જ ફ્લોઇડના મૃત્યુ બાદ હિંસક વિરોધ પ્રદર્શન અંગે લાઈવ ટેલિકાસ્ટ દરમિયાન CNNના એક પત્રકારની ધરપકડ કરવામાં આવી હતી. જેને લઈ મિનેસોટાના રાજ્યપાલ ટિમ વાલ્જે માફી માંગી છે.

સીએનએનનાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જેફ ઝકરે વાલ્જે પાસે એ જવાબ માગવાની અપીલ કરી છે કે તેમને પોલીસની વાનમા કેમ લઈ જવામાં આવ્યાં. જોકે ધરપકડની એક કલાક બાદ સીએનએન સંવાદદાતા ઉમર જિમનેજ અને તેમના બે સહકર્મચારીઓને મુકત કરી દેવામાં આવ્યાં હતાં. વાલ્જેએ કહ્યું કે, અમે એ સુનિશ્ચિત કર્યુ છે કે આ કહાની બતાવવા માટે પત્રકારિતા સુરક્ષિત સ્થાન હોય.

પત્રકાર જિેમેનેજ અને તેના સહકર્મચારી બિલ કિકોર્સ અને લિયોનેલ મેંદેજ જ્યોર્જ ફ્લોઇડના મોત બાદ થતાં વિરોધ પ્રદર્શનને સીએનએનના ન્યુ ડે કાર્યક્રમ પર બતાવવાં માટે લાઈવ રિપોર્ટિંગ કરી રહ્યાં હતાં. જે દરમિયાન તેમની પોલીસ દ્વારા ધરપકડ કરાવમાં આવી છે. જોકે ધરપકડના એક કલાક બાદ તરત તેમને મુક્ત કરવામાં આવ્યાં હતા. આ અંગે પત્રકાર જિમનેજે કહ્યું કે તે ખુશ છે કે તેમની ધરપકડ પણ લાઈવ પ્રસારણમાં થઈ.

બાદમાં ગવર્નર વાલ્જેએ કહ્યું કે,' હું સંપુર્ણ જવાબદારી લઉ છું કે હવે આવું નહી થાય અને હું આખી ટીમ પાસે માફી માગુ છું.' સીએનએનએ વાલ્જની માફીનો સ્વીકાર કરતાં કહ્યું કે નેટવર્ક તેમના શબ્દોની સત્યતાની સરાહના કરે છે.

ABOUT THE AUTHOR

...view details