ગુજરાત

gujarat

ETV Bharat / international

બરાક ઓબામાની પત્ની મિશેલે ટ્રમ્પ પર લગાવ્યો નક્સવાદનો આરોપ - ડેમોક્રેટિક પાર્ટી

અમેરિકા રાષ્ટ્રપતિ ચૂંટણી 2020 પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની પત્ની મિશેલે મંગળવારે એક વીડિયો શેર કરી ડોનાલ્ડ ટ્રમ્પ પર પ્રહાર કર્યો છે. આ વીડિયોમાં મિશેલે ટ્રમ્પ પર નક્સલવાદીનો આક્ષેપ કર્યો છે.

Michelle
Michelle

By

Published : Oct 7, 2020, 12:26 PM IST

વોશિંગ્ટનઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાંની પત્ની મિશેલ ઓબામાએ મંગળવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર પ્રહાર કરતાં તેમના પર નક્સલવાદી હોવાનો આક્ષેપ કર્યો છે. મિશેલે કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ આ કામને લાયક નથી. આ સાથે જ મિશેલે અમેરિકાવાસીઓને અપીલ કરી છે કે દેશની સ્થિરતા માટે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં બધા લોકો સમજી વિચારીને મતદાન કરે.

ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બાઈડનના પક્ષમાં વકાલત કરતાં મિશેલે 24 મીનિટના લાંબા વીડિયો દ્વારા સંદેશો આપા ભાવનાત્મક અપીલ કરી છે. તેમણે અમેરિકાવાસીઓને કહ્યું કે દેશની સ્થિતિ ખુબ જ ખરાબ છે , આવા સમયમાં મતદાતાઓને ખબર હોવી જોઈએ શું દાવ પર લાગ્યું છે. તેથી મતદાતાઓએ સમજી વિચારીને મતદાન કરવું જોઈએ.

અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીને લઈ માહોલ ગરમ છે. રાષ્ટ્રપતિ પદ માટે બાઈડન અને ડોનાલ્ડ ટ્રમ્પ સામે સામે છે. એવામાં મિશેલનો આ સંદેશો બાઈડનના તરફેણમાં જોવા મળે છે.

ABOUT THE AUTHOR

...view details