અમેરિકા: મેક્સિકોની ફાર્માસ્યુટિકલ કંપનીઓના માલિકોનું પ્રતિનિધિત્વ કરતા એક જૂથે કહ્યું કે, અમને એવા અહેવાલો મળ્યા છે કે, કેટલાક લોકો ઉપયોગ કર્યા બાદ કચરામાં ફેંકી દેવામાં આવેલા સ્વચ્છ દેખાતા સર્જિકલ ફેસ માસ્ક વહેંચે છે.
મેક્સિકોમાં ફરીથી વેચાઇ રહ્યા છે કચરામાંથી મળી આવેલા સર્જિકલ માસ્ક
મેક્સિકોની ડ્રગ કંપનીઓના માલિકોએ જણાવ્યું કે, કેટલાક લોકો ઉપયોગ પછી કચરામાં ફેંકી દેવામાં આવેલા સ્વચ્છ દેખાતા સર્જિકલ ફેસ માસ્ક ફરીથી વહેંચી રહ્યા છે.
લેટિન અમેરિકાના ઘણા દેશોમાંથી આ બાબતે અહેવાલો મળી રહ્યા છે. કારણ કે, ઘણા શેરી વિક્રેતાઓ અહીં શેરીઓમાં લાઈસન્સ વિના માસ્ક વહેંચે છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં કોરોના વાઈરસને કારણે માસ્કની માગમાં નોંધપાત્ર વધારો થયો છે. લગભગ શહેરોમાં માસ્ક પહેર્યા વિના ઘરની બહાર જવાની મનાઈ ફરમાવવામાં આવી છે.
મેક્સિકન ફાર્મસી ઓવનર્સ યુનિયનએ લોકોને માસ્ક ફેંકતા પહેલા તેમને ટુકડા કરી નાખવાનું સૂચન કર્યું છે. એકબીજાના માસ્ક લગાવવા અથવા ફરીથી ઉપયોગ કરવાથી કોરોના વાઈરસનો ચેપ લાગવાનું જોખમ વધે છે.