ગુજરાત

gujarat

ETV Bharat / international

બારબરાએ ખોલી મેહુલ ચોક્સીની પોલ, કર્યો ચોંકાવનારો ખુલાસો - મેહુલ ચોક્સી એજ્યુકેશન

ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સીની કથિત પ્રેમિકા બાર્બરા જબરીકાએ ચોક્સીના જુઠ્ઠાણાને છતી કરતા ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. 23 મેના રોજ મેહુલ ચોક્સી એન્ટિગુઆથી રહસ્યમય રીતે ગાયબ થઈ ગયો હતો, જેના વિશે મેહુલે એન્ટિગુઆમાં પોલીસમાં ફરિયાદ નોંધાવતા કહ્યુ હતું કે, તેના અપહરણમાં તેની મિત્ર બાર્બરા જબરિકાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

બારબરાએ ખોલી મેહુલ ચોક્સીની પોલ, કર્યો ચોંકાવનારો ખુલાસો
બારબરાએ ખોલી મેહુલ ચોક્સીની પોલ, કર્યો ચોંકાવનારો ખુલાસો

By

Published : Jun 9, 2021, 11:51 AM IST

  • મેહુલે એન્ટિગુઆમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી
  • પંજાબ નેશનલ બેંક કૌભાંડ(Punjab National Bank Scam)ના આરોપી ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સી
  • છેલ્લા એક વર્ષમાં મારી બાર્બરા જબરિકા સાથે મિત્રતા થઈ હતીઃ મેહુલ ચોક્સી

ન્યુ દિલ્હી: પંજાબ નેશનલ બેંક કૌભાંડ(Punjab National Bank Scam)ના આરોપી ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સી(Mehul Choksi)વિશે એક સમાચાર સામે આવી રહ્યા છે, જેને લઈને ચર્ચાઓનું બજાર ગરમ છે. 23 મેના રોજ મેહુલ ચોક્સી એન્ટિગુઆથી રહસ્યમય રીતે ગાયબ થઈ ગયો હતો, જે અંગે મેહુલે એન્ટિગુઆમાં પોલીસમાં ફરિયાદ નોંધાવતા કહ્યું હતું કે, તેના અપહરણમાં તેની મિત્ર બાર્બરા જબરિકા(Barbara Jabarica)એ મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ હવે બાર્બરા જબરિકા(Barbara Jabarica)એ આ અંગે સ્પષ્ટતા કરી છે.

આ પણ વાંચોઃપ્રતિષ્ઠિત થવાં અને બેન્કથી લોન લેવા માટે મેહુલ ચોકસીની સુરત હીરા ઉદ્યોગ પર 30 વર્ષ પહેલાંથી જ નજર હતી

23 મેની સાંજે બાર્બરા જબરિકા એન્ટિગુઆમાં નહોતી

બાર્બરા જબરિકાએ મેહુલ ચોક્સીના 'જુઠ્ઠાણા'ને નામંજૂર કરતા કહ્યું છે કે, 23 મેની સાંજે તે એન્ટિગુઆમાં નહોતી. મેહુલ ચોક્સીએ એન્ટિગુઆમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેનું અપહરણ થયું હતું. ચોક્સીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, છેલ્લા એક વર્ષમાં મારી બાર્બરા જબરિકા સાથે મિત્રતા થઈ હતી. 23 મેના રોજ તેણે મને તેના ઘરે આવવાનું કહ્યું.

બાર્બરાએ મને બચાવવાનો પ્રયાસ ન કર્યોઃ મેહુલ ચોક્સી

જ્યારે હું ત્યાં ગયો, ત્યારે ઘણા લોકો પ્રવેશદ્વાર પરથી આવ્યા અને મને નિર્દયતાથી માર મારવાનું શરૂ કર્યું. દરમિયાન, બાર્બરાએ મને બચાવવાનો પ્રયાસ ન કર્યો અને ના તો બહારથી કોઈને મદદ કરવા માટે બોલાવ્યો નહીં. આનાથી સ્પષ્ટ થાય છે કે, તેણી મારા અપહરણના આરોપી સાથે મળેલી હતી.

બારબરાએ ખોલી મેહુલ ચોક્સીની પોલ, કર્યો ચોંકાવનારો ખુલાસો

તેણે મને પોતાનો પરિચય રાજ તરીકે આપ્યો હતોઃ જબરિકા

જબરિકાએ સ્પષ્ટતા કરતા કહ્યુ કે, મને બલિનો બકરો બનાવવામાં આવ્યો છે. હું તેને (મેહુલ ચોક્સી) ગયા ઓગસ્ટથી ઓળખું છું. હું તેને જોલી હાર્બર(Jolly Harbour)માં મળી હતી. મેં એરબીએનબી (Airbnb) આવાસ ભાડે લીધું હતું, જ્યાં તેઓ પણ રહેતા હતા. તેણે મને પોતાનો પરિચય રાજ તરીકે આપ્યો હતો.

હું એપ્રિલ-મે મહિનામાં ટાપુ પર જ હતીઃજબરિકા

તે હંમેશા મને ઓગસ્ટ અને એપ્રિલની વચ્ચે મેસેજ કરતો રહ્યો, પરંતુ આ દરમિયાન મેં તેમને મહિનામાં ફક્ત એક જ વાર જવાબ આપ્યો. હું એપ્રિલ-મે મહિનામાં ટાપુ પર જ હતી, તે દરમિયાન અમારે રોજ વાતચીત થતી હતી. અમે સાથે મળીને ધંધો કરવાની પણ વાત કરી હતી.

બન્ને વચ્ચે મિત્રતા સિવાય કંઈ નહોતું

જબરિકાએ કહ્યું કે, રાજ (મેહુલ ચોક્સી) એ મને જણાવ્યું હતું કે, તે મધ્ય પૂર્વનો છે. બાર્બરાના જણાવ્યા અનુસાર, તેનો ચોક્સી સાથે વ્યાપારિક સંબંધ હતો. બન્ને વચ્ચે મિત્રતા સિવાય કંઈ નહોતું. જબરિકાએ કહ્યું કે, મેં કેટલાક પત્રકારોને સ્પષ્ટતા કરી છે કે, હું તેની પ્રેમિકા નથી. મારી પોતાની આવક અને ધંધો છે. મારે તેમના પૈસા અથવા સમર્થન, નકલી જ્વેલરી જેવું કંઈ નથી જોઈતું.

આ પણ વાંચોઃડોમિનિકાની કોર્ટે કૌભાંડી વેપારી મેહુલ ચોક્સીની જામીન અરજી ફગાવી

હું ભારતીય સમાચારને અનુસરતી નથીઃ જબરિકા

જબરિકાએ કહ્યું કે, હું યુરોપિયન છું. હું યુરોપમાં રહું છું. હું ભારતીય સમાચારને અનુસરતી નથી. હું છેતરપિંડી કરનારાઓની સૂચિ પણ અનુસરી રહ્યી નથી, તેથી છેલ્લા અઠવાડિયા સુધી મને તેના વાસ્તવિક નામ અને પૃષ્ઠભૂમિ વિશે ખબર નહોતી. મને નથી લાગતું કે, એન્ટિગુઆના મોટાભાગના લોકો તેનું નામ અથવા પૃષ્ઠભૂમિ જાણતા હતા. બાર્બરા જબરીકાએ કહ્યું કે, જેઓ જોલી હાર્બર વિસ્તારને જાણે છે, તેઓ જાણે છે કે તે સલામત સ્થળે છે. આવી સ્થિતિમાં તેમનું અપહરણ કરવું અશક્ય છે.

ABOUT THE AUTHOR

...view details