ગુજરાત

gujarat

ETV Bharat / international

ભારતીય શાંતિરક્ષક જિતેન્દ્ર કુમારને મરણોપરાંત સંયુક્ત રાષ્ટ્ર મેડલથી સમ્માનિત કરાશે - jitendra kumar

વોશિંગ્ટન: આ વર્ષે સંયુક્ત રાષ્ટ્ર મેડલથી 119 સેનાના કર્મચારીઓને સમ્માનિત કરવામાં આવશે. જેમાં એક ભારતીય શાંતિરક્ષક જિતેન્દ્ર કુમારને તેમના બહાદુરી અને બલિદાન માટે મરણોપરાંત આ વર્ષે પ્રતિષ્ઠિત સંયુક્ત રાષ્ટ્ર મેડલથી સમ્માનિત કરવામાં આવશે.

સ્પોટ ફોટો

By

Published : May 22, 2019, 9:18 AM IST

પોલીસ અધિકારી જિતેન્દ્ર કુમારે 'યુનાઈટેક નેશન્સ ઓર્ગેનાઇઝેશન સ્ટેબેલાઇઝેશન મિશન ઇન ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ ધ કોંગો' (MONUSCO)માં સેવા આપતી વખતે પોતાનું બલિદાન આપી દીધું હતું. તેમણે શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર શાંતિરક્ષક આતંરરાષ્ટ્રીય દિવસ પર ડેગ હમ્માર્સ્કોલ્ડ એવાર્ડથી પણ સમ્મનિત કરવામાં આવશે.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ સૈયદ એકબરૂદીન ત્યાં એક કાર્યક્રમમાં જિતેન્દ્રની તરફથી મેડલ લેશે. આ કાર્યક્રમની અધ્યક્ષતા સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગ્યુટેરેસ કરશે.

સંયુક્ત રાષ્ટની ગત વર્ષ જાહેર સૂચના પ્રમાણે ભારતને છેલ્લા 70 વર્ષોમાં વિવિધ શાંતિરક્ષા અભિયાનોમાં તૈનાત પોતાના સર્વાધિક શાંતિરક્ષક ગુમાવ્યા છે. દેશના 163 સેના અને પોલીસ અને કર્મચારીઓને પોતાના કર્તવ્યનું પાલન કરતા બલિદાન આપ્યું છે.

ABOUT THE AUTHOR

...view details