ગુજરાત

gujarat

ETV Bharat / international

Covid-19 : ઇક્વાડોરમાં નાગરિકો માટે રસીકરણ રહેશે ફરજિયાત - Covid-19

કોરોનાના વધતા ખતરાને ધ્યાનમાં રાખીને ઇક્વાડોર સરકારે (MANDATORY VACCINATION FOR MOST CITIZENS IN ECUADOR) મોટાભાગના નાગરિકો માટે કોવિડ-19 વિરોધી રસી લેવી ફરજિયાત બનાવી છે.

Covid-19 : ઇક્વાડોરમાં નાગરિકો માટે રસીકરણ રહેશે ફરજિયાત
Covid-19 : ઇક્વાડોરમાં નાગરિકો માટે રસીકરણ રહેશે ફરજિયાત

By

Published : Dec 24, 2021, 1:39 PM IST

ક્વિટો: ઇક્વાડોર સરકારે (MANDATORY VACCINATION FOR MOST CITIZENS IN ECUADOR) ગુરુવારે જણાવ્યું હતું કે, મોટાભાગના નાગરિકો માટે કોવિડ-19 વિરોધી રસી લેવી ફરજિયાત રહેશે.

સરકાર દ્વારા કરાયેલા નિવેદન અનુસાર

સરકાર દ્વારા કરાયેલા નિવેદન અનુસાર માત્ર એક્વાડોરના એવા લોકોને જ કે જેમને પહેલાથી જ કોઈ સ્વાસ્થ્ય સમસ્યા છે અને જેમના સ્વાસ્થ્યને રસીકરણથી અસર થઈ શકે છે, તેમને નવા નિયમમાંથી મુક્તિ આપવામાં આવશે.

ઇક્વાડોર પાસે સમગ્ર વસ્તીને રસી આપવા માટે પૂરતી રસીઓ છે.

સરકારે જણાવ્યું હતું કે, તે કોરોનાવાયરસના નવા સ્વરૂપ 'ઓમિક્રોન' અને સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને આ નિયમ લાગુ કરી રહી છે. ઇક્વાડોર પાસે સમગ્ર વસ્તીને રસી આપવા માટે પૂરતી રસીઓ છે.

જાહેર સ્થળોએ જવા માટે રસીકરણ પ્રમાણપત્ર દર્શાવવું જરૂરી

ઇક્વાડોરની વિશેષ સંચાલન સમિતિએ આ અઠવાડિયે જણાવ્યું હતું કે, રેસ્ટોરાં, સિનેમાઘરો અને અન્ય જાહેર સ્થળોએ જવા માટે રસીકરણ પ્રમાણપત્ર દર્શાવવું જરૂરી રહેશે.

ઇક્વાડોરના 1.73 મિલિયન લોકોમાંથી મંગળવાર સુધીમાં 77 ટકા લોકોને રસી આપવામાં આવી

ઇક્વાડોરના 1.73 મિલિયન લોકોમાંથી મંગળવાર સુધીમાં લગભગ 77 ટકા લોકોને રસી આપવામાં આવી હતી. 9,20,000 થી વધુ લોકોને 'બૂસ્ટર' ડોઝ પણ આપવામાં આવ્યા છે. ઇક્વાડોરમાં કોવિડ-19ને કારણે અત્યાર સુધીમાં 33,600 લોકોના મોત થયા છે.

આ પણ વાંચો:WHO Chief Cautions to Rich : ધડાધડીમાં બૂસ્ટર ડોઝ આપવા સામે ચેતવણી આપી

આ પણ વાંચો:Covid-19 vaccine: કોવિશીલ્ડના બન્ને ડોઝ લીધા બાદ ત્રણ મહિના બાદ તેની અસરમાં ઘટ : સ્ટડી

ABOUT THE AUTHOR

...view details