ગુજરાત

gujarat

ETV Bharat / international

લંડન બ્રિજની પાસે અજાણ્યા શખ્સે કર્યો ચાકુથી હુમલો, કેટલાક લોકો ઇજાગ્રસ્ત - london bridge

લંડન: બ્રિટેનના પ્રખ્યાત લંડન બ્રિજમાં શુક્રવારે અજાણ્યા શખ્સે ચાકુથી હુમલો કર્યો હતો. જેમાં કેટલાક લોકોના ઘાયલ થવાના સમાચાર છે. ઘટનાની જાણકારી મળ્યા બાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ઘટનાસ્થળનો ઘેરાવ કર્યો હતો.

લંડન બ્રિજની પાસે અજાણ્યા શખ્સે કર્યો ચાકુથી હુમલો
લંડન બ્રિજની પાસે અજાણ્યા શખ્સે કર્યો ચાકુથી હુમલો

By

Published : Nov 29, 2019, 11:44 PM IST

સ્કોટલેન્ડ યાર્ડે કહ્યું કે,અમે લંડન બ્રિજ પર થયેલા હુમલાની તપાસ શરૂ કરી દીધી છે. તેમણે જણાવ્યું કે, એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તો કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે.

લંડન બ્રિજની પાસે અજાણ્યા શખ્સે કર્યો ચાકુથી હુમલો

સ્કોટલેન્ડ યાર્ડે પોતાના નિવેદનમાં કહ્યું કે, અમે લંડન બ્રિજ પર થયેલી ઘટનાની તપાસ હવે શરૂ કરી છે. નોંધનીય છે કે, આ ઘટનાને આંતકવાદી સંગઠન ISIS સાથે જોડીને પણ જોવામાં આવી રહી છે. લંડન બ્રિજ એ વિસ્તારોમાંથી એક છે. જ્યાં જૂન 2017માં આઇએસઆઇએસના આંતકી હુમલામાં 11 લોકોના મોત થઇ ગયા હતા.

લંડન પોલીસે લોકોને તે વિસ્તારથી દુર રહેવાની સૂચના આપી છે. લંડન બ્રિજ તે વિસ્તારમાંથી જ કે, જે જૂન 2017માં ISISના હુમલામાં 11 લોકોના મોત થયા હતા.

ABOUT THE AUTHOR

...view details