જૉ બાઈડેને વિસ્ફોન્સિનમાં જીત મેળવી લીધી છે. બાઈડેનને કુલ 227 ઇલેક્ટોરલ મત મળ્યા છે.
LIVE: અમેરિકા ચૂંટણી પરિણામો- કાંટાની ટક્કરમાં બાઈડેન ટ્રમ્પથી આગળ - કમલા હેરિસ
00:57 November 05
વિસ્ફોન્સિનમાં બાઈડેનની જીત
00:36 November 05
આ રાજ્યોમાં ખરાખરીનો જંગ
હાલ અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. અત્યારે 224 ઇલેક્ટોરલ મત સાથે ડેમોક્રેટિક પાર્ટીના બાઇડેન આગળ છે. જ્યારે ટ્રમ્પને 213 મત મળ્યા છે. 8 રાજ્યોમાં ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે. જેમાં એરિઝોના, વિસ્કોન્સિન, મિશિગન, પેન્સિલવેનિયા, ઓહાયો, નોર્થ કૈરોલાઇના, જોર્જિયા અને ફ્લોરિડાનો સમાવેશ થાય છે.
00:24 November 05
ડેમોક્રેટિક પાર્ટીના ભારતીય-અમેરિકન નેતા શ્રીનિવાસ પ્રેસ્ટન કુલકર્ણી હાર્યા
યુએસ કોંગ્રેસની ચૂંટણીમાં પૂર્વ ભારતીય-અમેરિકન રાજદ્વારી શ્રીનિવાસ રાવ પ્રેસ્ટન કુલકર્ણીને ટેક્સાસના 22 મા જિલ્લાના રિપબ્લિકન ઉમેદવાર ટ્રોય નેહલ્સના હાથે હારનો સામનો કરવો પડ્યો છે. તાજેતરના ચૂંટણી પરિણામો મુજબ, નેહલ્સને 3 નવેમ્બરના રોજ યોજાયેલા 204,537 અથવા 52 ટકા મતો મળ્યા હતા, જ્યારે કુલકર્ણીને 175,738 અથવા 44 ટકા મત મળ્યા હતા.
જો લ્યુઇસિયાનામાં જન્મેલા કુલકર્ણી ચૂંટણી જીત્યાં તો તે ટેક્સાસ બેઠક પરથી કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા પ્રથમ એશિયન-અમેરિકન બન્યા હોત.
18:16 November 04
અમેરિકામાં કોણ રાષ્ટ્રપતિ બને છે તેનાથી કોઇ ફર્ક પડતો નથી : ઇરાનના રાષ્ટ્રપતિ
ઇરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ જણાવ્યું કે, અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણીમાં કોણ જીતશે તેનાથી કોઇ ફર્ક નથી પડતો, પરંતુ અમેરિકા ઇરાનનું સમ્માન કરે અને ગેરકાયદેસર લગાવેલા પ્રતિબંધો હટાવે તેનાથી ફર્ક પડે છે.
18:16 November 04
ફેસબુકે ટ્રમ્પની જીતના દાવા પર આપી પ્રતિક્રિયા
ફેસબુકે રાષ્ટ્રપતિ ટ્રમ્પની જીતના દાવા અંગે પ્રતિક્રિયા આપી છે. ફેસબુકના એક પ્રવક્તાએ જણાવ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પના દાવાની ફેસબુકની ટીમ દ્વારા ફેસબુક અને ઇંસ્ટાગ્રામ પર ફી઼ડ ચલાવવાની શરૂ કરી છે. જેમાં જણાવામાં આવ્યું છે કે, મત ગણતરી હજૂ ચાલી રહી છ. આ પહેલા ટ્વીટરે પણ ચૂંટણીમાં જીત સંબંધિત ભ્રામક જાણકારી સામે કાર્યવાહી કરી હતી.
18:15 November 04
મુળ ભારતના 4 ઉમેદવારેને મળી જીત
અમેરિકન કોંગ્રેસના નીચલા ગૃહના પ્રતિનિધિ સભા માટે ડેમોક્રેટિક પાર્ટી તરફથી ચૂંટણી લડી રહેલા મુળ ભારતીય 4 ઉમેદવારોએ જીત મેળવી છે. જેમાં ડૉ. એમી બેરા, પ્રમિલા જયપાલ, રો ખન્ના અને રાજા કૃષ્ણમૂર્તિનો સમાવેશ થાય છે.
16:57 November 04
વિસ્કોન્સિનમાં બાઇડન આગળ
મધ્યપૂર્વી અમેરિકામાં આવેલા રાજ્ય વિસ્કોન્સિનમાં ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર ટ્રમ્પ કરતા આગળ ચાલી રહ્યા છે. 2016માં વિસ્કોન્સિનમાં ટ્રમ્પને જીત મળી હતી.
16:56 November 04
ફિલાડેલ્ફિયામાં થઇ રહી મતગણરી
ફિલાડેલ્ફિયાના વરિષ્ઠ ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, હાલ બેલેટ્સની ગણતરી ચાલી રહી છે.
ફિલાડેલ્ફિયા સિટી કમિશનર્સની અઘ્યક્ષ લીસા ડેલે જણાવ્યું કે, આ પહેલા આટલી મોટી સંખ્યામાં બેલેટ્સની ગણતરી કરવામાં આવી નથી. જે કારણે ગણતરી કરવાના સમયમાં વધારો થયો છે. હાલ મત ગણતરી ચાલું છે.
16:55 November 04
બાઇડેન કેમ્પઇન દ્વારા ટ્રમ્પ પર આકરા પ્રહાર
બાઇડેન કેમ્પેઇને ટ્રમ્પના સુપ્રીમ કોર્ટના નિવેદન અંગે જણાવ્યું કે, અમે મત ગણતરી રોકવાના દરેક પ્રયાસ સામે લડશું ટ્રમ્પના દાવાઓ અપમાનજનક અને પાયાવિહોણા છે.
16:41 November 04
બ્રિટનના વિદેશ સચિવ : ચૂંટણી પ્રક્રિયા પર સંપૂર્ણ ભરોસો
બ્રિટનના વિદેશ સચિવ ડૉમિનિક રાબે જણાવ્યું કે, તેમને અમેરિકાની ચૂંટણી પ્રક્રિયા પર સંપૂર્ણ ભરોસો છે. ચૂંટણી પરિણામની રાહ જોવી જોઇએ. ભલે રિપબ્લિકન કે ડેમોક્રેટ ગમે તે જીતે પણ બ્રિટન અને અમેરિકાના સંબંધો મજબુત છે.
16:38 November 04
બાઇડેને મેન(Maine)ના ચારમાંથી 3 વોટ જીત્યા
બાઇડેને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હરાવવા માટે મેનના 4માંથી 3 વોટ પર જીત હાંસલ કરી છે
ટ્રમ્પે જણાવ્યું કે, મતદાન તાત્કાલિકધોરણે બંધ કરવું જોઇએ. અમુક રાજ્યોમાં થઇ રહેલા મતદાન સામે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવશે. જ્યા સુધી મારો સવાલ છે તો અમને જીત મળી જ ગઇ છે.
16:34 November 04
અમેરિકાની ચૂંટણીમાં અમારો કોઇ પક્ષ સાથે નહી : ચીન
ચૂંટણી પરિણામ સંબંધમાં ચીનના વિદેશ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, યુનાઇટેડ સ્ટેટસ્ ઓફ અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ચીન કોઇના પક્ષમાં નથી. આ બાબતનું કારણ આપતા જણાવ્યું કે, હાલ સમગ્ર દુનિયા મતગણતરી અને ચૂંટણી પરિણામ પર ધ્યન કેન્દ્રીત કરી રહી છે.
16:27 November 04
આશા કરતા વધારે સારૂ પ્રદર્શન કરી રહ્યા છે ટ્રમ્પ : સામાજિક કાર્યકર્તા
રંગભેદ સામે કામ કરતી સામાજિક સંસ્થાના કાર્યકર્તા વૈશાલી હેગડેએ જણાવ્યું કે, અમેરિકાની ચૂંટણીમાં ટ્રમ્પ આશા કરતા વધારે સારૂ પ્રદર્શન કરી રહ્યા છે. પૂર્વધારણાઓમાં બાઇડેનની જીતનું અનુમાન કરવામાં આવી રહ્યું છે, પરંતું હકિકત એ છે કે, બન્ને વચ્ચે ખરાખરીનો જંગ છે.
જો કે, ટ્રમ્પ દાવો કરી રહ્યા છે કે, રિપબ્લિકન પાર્ટી રેકોર્ડ બ્રેક જીત હાંસલ કરશે.
16:02 November 04
અમેરિકાની ચૂંટણી પરિણામ - બાઇડેનને 224 ઇલેક્ટોરલ મત, ટ્રમ્પ પાછળ
અમેરિકામાં ઐતિહાસિક મતદાન બાદ હવે ચૂંટણીના પ્રારંભિક પરિણામો બહાર આવી રહ્યા છે. ઇલેક્ટોરલ કોલેજ ગણતરીમાં ડેમોક્રેટ બાઇડેનને 224 મતો મળ્યા. તેની સામે ડોનાલ્ડ ટ્રમ્પને 213 ચૂંટણીલક્ષી મત મળ્યા છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, તેમને કેટલાક વિસ્તારોમાં મોડા મતદાન બાબતે સુપ્રીમ કોર્ટમાં અરજી કરશે.
11:47 November 04
ફ્લોરિડામાં ટ્રમ્પની જીત
- અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્લોરિડામાં જીત મેળવી છે.
- ફ્લોરિડામાં કુલ 29 ઇલેક્ટોરલ મત હતા, હવે ડોનાલ્ડ ટ્રમ્પ ઇલેક્ટોરલ મતની રેસમાં આગળ છે.
11:36 November 04
ડોનાલ્ડ ડ્રમ્પ સાંજે આપશે સ્ટેટમેન્ટ, ટ્વિટ કરી આપી માહિતી
આજે સાંજે સ્ટેટમેન્ટ આપવા જઇ રહ્યો છું : ડોનાલ્ડ ડ્રમ્પ
11:02 November 04
પ્રમિલા જયપાલને ફરી મળી જીત
- વોશિંગ્ટન ડિસ્ટ્રિક્ટ પર ભારતીય-અમેરિકન પ્રમિલા જયપાલ (ડેમોક્રેટિક પાર્ટી) એ ફરીથી વિજય મેળવ્યો.
10:34 November 04
સરાહ મકબ્રાઇડ અમેરિકાની પ્રથમ ટ્રાંસજેન્ડર રાજ્ય સીનેટ સભ્ય બની
- ડેમોક્રેટ ઉમેદવાર સરાહ મકબ્રાઈડે ડેલાવેયરથી રાજ્યની સીનેટ બેઠક જીતી લીધી છે
- શપથ લીધા પછી તેઓ દેશની પ્રથમ ટ્રાંસજેન્ડર રાજ્ય સીનેટર બન્યા છે.
09:35 November 04
ભારતીય મૂળના કોંગ્રેસના સભ્ય રાજા કૃષ્ણમૂર્તિ ત્રીજી વખત જીત્યા
- ભારતીય મૂળના કોંગ્રેસના સભ્ય રાજા કૃષ્ણમૂર્તિ ત્રીજી વખત જીત્યા
- ભારતીય મૂળના ડેમોક્રેટિક સાંસદ રાજા કૃષ્ણમૂર્તિ સતત ત્રીજી વખત યુએસ કોંગ્રેસના નીચલા ગૃહ, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ચૂંટાયા છે.
09:25 November 04
ન્યૂ મેક્સિકો અલબામામાં બાઈડેનની જીત
અમેરિકી મીડિયા રિપોર્ટ્સ મુજબ બાઈડેને ન્યૂ મેક્સિકો અલબામા, ન્યૂ હેમ્પશાયર, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ઉતાહમાં જીત મેળવી છે.
08:43 November 04
બાઇડેનને મળ્યા 89 ઈલેક્ટોરેલ વોટ, ટ્રમ્પને મળ્યા 72 વોટ
- સમગ્ર અમેરિકામાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ઉભી કરી
- ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બિડેન વચ્ચે કાંટાની ટક્કર યોજાઈ રહી છે.
08:24 November 04
ફ્લોરિડામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડેન વચ્ચે કાંટાની ટક્કર
- ફ્લોરિડામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડેન વચ્ચે કાંટાની ટક્કર
- જો બાઈડેનને 131 ઈલેક્ટોરલ મત મળ્યા છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને 92 ઈલેક્ટોરલ મત મળ્યા છે
08:10 November 04
ટ્રમ્પ અને બાઇડેનની 12-12 બેઠકો પર મળી જીતી
07:09 November 04
અમેરિકા ચૂંટણીના પ્રારંભિક પરિણામો - બાઇડેનને 44 એલક્ટોરલ વોટ, ટ્રમ્પને 42 મત
- અમેરિકા ચૂંટણીના પ્રારંભિક પરિણામો સામે આવ્યા, બાઇડેનને 44 એલક્ટોરલ વોટ, ટ્રમ્પને 42 મત
07:04 November 04
ટ્રમ્પ કેન્ટકી, વર્જિનિયા અને દક્ષિણ કેરોલિનામાં આગળ
- પ્રારંભિક મતદાનના પરિણામો સામે આવવાનું શરૂ થયું છે.
- અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇન્ડિયાનામાં જીત મેળવી છે. તે જ સમયે, કેન્ટકી, વર્જિનિયા અને દક્ષિણ કેરોલિનામાં બાઇડેનથી ઘણા આગળ ચાલી રહ્યા છે.
- અમેરિકન ડેમોક્રેટિક રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બાઇડેન ટેક્સાસ, જ્યોર્જિયા, ફ્લોરિડા, ન્યૂ હેમ્પશાયરમાં આગળ છે અને વર્મોન્ટમાં તેમણે જીત મેળવી છે.
- યુએસ મીડિયા દ્વારા આ માહિતી સામે આવી છે.
06:58 November 04
ત્રણ રાજ્યોમાં ટ્રમ્પની જીત
ઇન્ડિયાનાની સાથે સાથે ડોનાલ્ડ ડ્રમ્પને કેન્ટુકી અને વેસિટ વર્જીનિયામાં પણ જીત મળી છે.
05:54 November 04
અંતિમ રાઉન્ડમાં મતદાન, બીડેન આશાવાદી
- અમેરિકી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી દરમિયાન મતદાન તેના અંતિમ તબક્કામાં પ્રવેશ્યું છે. દરમિયાન, બિડેન લોકોના સમર્થન અંગે 'આશાવાદી' છે. બિડેને ચૂંટણીના પરિણામ વિશે કોઈ અનુમાન લગાવવાનું ટાળ્યું હોવાનું જણાય છે.
- વિલિંગ્ટનમાં એક સમુદાય કેન્દ્રની બહાર પત્રકારો સાથે વાત કરતા, બિડેને કહ્યું હતું કે, તેઓ ચૂંટણી અંગે આગાહી કરવા વિશે 'અંધશ્રદ્ધાળુ' છે, પરંતુ તેઓએ સકારાત્મક પરિણામની અપેક્ષા રાખી હતી. તેમણે કહ્યું કે, જ્યોર્જિયા, ફ્લોરિડા જેવા સ્થળોએ યુવાનો, મહિલાઓ અને વૃદ્ધ આફ્રિકન અમેરિકન મતદારોમાં 'ભારે મતદાન' થયાના અહેવાલો સામે આવી રહ્યા છે.
- તેમણે કહ્યું કે, બધુ બરાબર ચાલી રહી છે, મને સમર્થન પણ મળી રહ્યું છે, પરંતુ અંતિમ પરિણામની રાહ જોવી પડશે.
- બિડેને સ્વીકાર્યું કે તે અનિશ્ચિત છે, કારણ કે કેટલા રાજ્યોમાં મતદાન થઈ રહ્યું છે તે મહત્વનું છે.
05:26 November 04
વર્મોન્ટના રિપબ્લિકન ગવર્નરે બિડેનને મત આપ્યો
- વર્મોન્ટના ગવર્નર ફિલ સ્કોટે કહ્યું કે, તેમણે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જૉ બિડેનને મત આપ્યો છે. આ સાથે જ તેઓ ડેમોક્રેટિક રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને મત આપનારા રાષ્ટ્રના પ્રથમ રિપબ્લિકન ગવર્નર બન્યા છે.
- વર્મોન્ટના રિપબ્લિકન ગવર્નર સ્કોટે તેમના વતન બર્લિનમાં મતદાન કર્યા પછી પત્રકારોને જણાવ્યું હતું કે, તેમણે તેમના જીવનમાં ક્યારેય ડેમોક્રેટને મત આપ્યો નથી.
- સ્કોટે કહ્યું, 'તમારામાંથી ઘણા લોકો જાણે છે કે, મેં રાષ્ટ્રપતિ ટ્રમ્પને ટેકો આપ્યો નથી. હું તેને મત આપવા નતો જઇ રહ્યો. તેમણે કહ્યું, 'હું આ નિર્ણય પર પહોંચ્યો છું કે, મારા માટે માત્ર મત આપવું પૂરતું નથી. મારે ટ્રમ્પની વિરુદ્ધ મત આપવો હતો.
04:40 November 04
મતદારોને 'ઘરે રોકાઈ રહેવાની' ચેતવણી આપતો કૉલ, એફબીઆઈ તપાસ કરી રહી છે
- રાષ્ટ્રપતિની ચૂંટણીના દિવસે અમેરિકામાં કેટલાક રોબોકોલ થયા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. આ કોલ્સમાં લોકોને ઘરોમાં રોકાવાનું કહેવામાં આવ્યું હતું.
- અમેરિકાની ટોચની તપાસ એજન્સી ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI), આ કોલ્સની તપાસ કરી રહી છે. ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે, આવા કૉલ લોકોને મતદાન ના કરવા માટે નિરુત્સાહિત કરવાના પ્રયત્નો માટે કરવામાં આવે છે.
- હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, સંક્ષિપ્ત કૉલમાં એક કોમ્પ્યુટરાઇઝ્ડ મહિલાનો અવાજ સંભળાયો હતો. આમાં ચૂંટણીનો કોઈ ઉલ્લેખ નહોતો.
- જો કે, રોબો કૉલના સંબંધમાં કેન્સાસ સિટીના રહેવાસી ડેન ડફ્ટીના મુજબ વિગતો અને સમયનો અભાવ હતો, તેમ છતાં સંદેશ સ્પષ્ટ હતો.
04:27 November 04
દુર્ભાવનાપૂર્ણ સાયબર પ્રવૃત્તિના કોઈ સંકેતો નથી
- અમેરિકાની હોમલેન્ડ સિક્યુરિટી વિભાગની સાયબર સુરક્ષા એજન્સીએ જણાવ્યું હતું કે, યુએસની ચૂંટણીમાં અત્યાર સુધી સામાન્ય તકનીકી અવરોધો અને કેટલાક સામાન્ય મુદ્દા સામે આવ્યા છે. જો કે, એજન્સીએ કોઈપણ દુર્ભાવનાપૂર્ળ સાયબર પ્રવૃત્તિના સ્પષ્ટ સંકેતને નકારી દીધી છે.
- એક અધિકારીએ ચેતવણી આપી હતી કે, પરિણામ સમયે સ્થાનિક અને રાજ્યની ચૂંટણી પ્રણાલીમાં સમસ્યાઓ સામે આવી શકે છે, પરંતુ સોથી વધુ સંભવિત કારણ કમ્પ્યુટરનો વધુ પડતો ઉપયોગ હશે. કારણ કે, લોકો પરિણામની તપાસ કરવા માટે ધારણા કરતા મોટી સંખ્યામાં વેબસાઇટ્સનો ઉપયોગ કરે છે.
04:10 November 04
ચૂંટણીના દિવસે રાષ્ટ્રીય રજા હોવી જોઈએઃ સેન્ડર્સ
અમેરિકી સેનેટર બર્ની સેન્ડર્સે એક ટ્વિટમાં કહ્યું કે, રાષ્ટ્રપતિપદની ચૂંટણીના દિવસે રાષ્ટ્રીય રજા હોવી જોઈએ
04:04 November 04
મત કરવાની છેલ્લી તક, ખતરામાં લોકતંત્રઃ બિડેન
બિડેને અમેરિકાના લોકોને કહ્યું કે, અમેરિકાનું લોકતંત્ર ખતરામાં છે. તેમણે લોકોને ટ્વિટ કરીને કહ્યું કે, આજે તમારો અવાજ સાંભળવાનો છેલ્લો મોકો છે. મત કરવાની આ છેલ્લી તક છે.
03:42 November 04
ચાર વર્ષોથી હતો આજના દિવસનો ઈંતજાર, બધુ દાવ પરઃ કમલા હેરિસ
- અમેરિકી ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડી રહેલી કમલા હેરિસે કહ્યું કે, આ ચૂંટણીનો છેલ્લા ચાર વર્ષથી ઈંતજાર હતો. તેમણે કહ્યું કે, આજે અમેરિકાની દરેક બાબત દાવ પર છે. મિશિગનમાં મતદારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે, અમેરિકામાં વંશીય ભેદભાવને ખતમ કરવાને લઈને લાંબા સમયથી વિચાર કરવામાં આવી રહ્યો છે.
- કમલા હેરિસે કહ્યું કે, આજે અમારી પાસે તક છે, અમારા હાથમાં તાકાત છે. તેમણે કહ્યું કે, બિડેન અમેરિકન ઇતિહાસ સમજે છે, તેથી તેમનામાં 'બ્લેક લાઇવ્સ મેટર' જેવા અભિયાનને ટેકો આપવાની હિંમત છે.
03:33 November 04
ડેમોક્રેટ્સને બહુમત મળવાની ખાતરીઃ સ્પીકર નેન્સી પેલોસી
- અમેરિકી સંસદની સ્પીકર નેન્સી પેલોસીએ આશા વ્યક્ત કરી છે કે, અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમોક્રેટ્સ બહુમતી જાળવી રાખશે. તેમણે કહ્યું કે, ચૂંટણી સ્પષ્ટ રીતે ડર અને આશા વચ્ચે કોઈ એકની પસંદગી કરવાની છે.
- જણાવીએ કે, પેલોસી કેલિફોર્નિયાના ડેમોક્રેટ સભ્ય છે. તેમણે કહ્યું કે આ ચૂંટણી અમેરિકાની આત્માને પાછા લાવવાની ચૂંટણી છે. તેઓને આશા છે કે, બિડેન વ્હાઈટ હાઉસની રેસમાં ટ્રમ્પને હરાવવામાં સફળ રહેશે.
03:23 November 04
બિડેને અમેરિકાની અખંડિતતાનું વચન આપ્યું
અમેરિકન શહેર ફિલાડેલ્ફિયામાં જૉ બિડેને તેમના સમર્થકો વચ્ચે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ બન્યા પછી અમેરિકામાં કોઈ પણ ક્ષેત્ર બ્લુ અથવા રેડ તરીકે નહીં, પરંતુ યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા તરીકે ઓળખાશે.
03:09 November 04
ટ્રમ્પને 330 એલેક્ટર્સનો સાથ, બિડેનને 200ની નજીકઃ પરિણામનું અનુમાન
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈ અનુમાન લગાવવામાં આવ્યું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પને 330 એલેક્ટર્સનું સમર્થન મળી શકે છે. આ અનુમાન કેવિન મેક્લૉગ દ્વારા જારી કરવામાં આવ્યું છે. કેવિન વિશે એવું કહેવામાં આવે છે કે, તે 2006 થી સચોટ આગાહી કરી રહ્યા છે.
02:37 November 04
બિડેનનું આહવાન- કમલા ! આવો ઈતિહાસ રચીંએ
જૉ બિડેને ઉપરાષ્ટ્રપતિ પદની ઉમ્મેદવાર કમલા હેરિસને ટૈગ કરીને પોતાના એક ટ્વિટમાં લખ્યું કે આવો ઈતિહાસ રચીંએ
02:23 November 04
ટ્ર્મ્પના પુત્રનું ટ્વિટ, ભારતના નકશાને ખોટી રીતે બતાવ્યો
રાષ્ટપતિ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રંપ જૂનિયરે અમેરિકાની ચૂંટણીના પરિણામને લઈ પોતાનું અનુમાન લગાવ્યું છે. તેઓએ આ માટે નકશાઓનો આશરો લીધો છે. જો કે, જૂનિયર ટ્રંપે ભારતના નકશાને ખોટી રીતે રજૂ કર્યો છે. આ નકશામાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને ભારતના હિસ્સામાં દર્શાવવામાં આવ્યા નથી. આ ઉપરાંત આ નક્શામાં ઈશાન ભારતના કેટલાક ભાગો પણ ભારતથી અલગ દેખાઈ રહ્યા છે.
02:15 November 04
પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિંટને પત્ની હિલેરીની સાથે મતદાન કર્યું
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિંટનને તેની પત્ની હિલેરી ક્લિંટનની સાથે ડેમોક્રેટ ઉમેદવારના પક્ષમાં મતદાન કર્યું
02:03 November 04
જીતવું સરળ છે, હારવું નહીઃ ટ્રમ્પ
- અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીતશે. જો કે, તેમણે તે પણ સ્વીકાર્યું છે, કે તેઓ હારી પણ શકે છે. તેમણે કહ્યું કે મને લાગે છે કે આજની રાત એક મહાન રાત બની રહી છે, પરંતુ આ રાજકારણ છે અને આ ચૂંટણી છે, જેમાં ક્યારેય ખબર નથી હોતી.
- ટ્રમ્પે કહ્યું કે, તેમનું અભિયાન ફ્લોરિડા, એરિઝોના અને ટેક્સાસ જેવા રાજ્યોમાં સારૂ પ્રદર્શન કરી રહ્યું છે. તેમણે પેન્સિલ્વેનીયામાં જીતવાને પણ મહત્વપૂણ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે ' જીતવું સરળ છે. હારવું ક્યારેય સરળ નથી હોતું.
01:43 November 04
ક્લાઈબર્નનું અનુમાન
- અમેરિકા ગૃહમાં ત્રીજા ક્રમાંકિત ડેમોક્રેટ જિમ ક્લાઈબર્ને અનુમાન લગાવ્યું છે કે, ગૃહની એક ડઝન બેઠકો પર ડેમોક્રેટ ઉમેદવારોનો કબજો હશો. તેમણે દક્ષિણ કેરોલિનાના કોલંબિયામાં એક મતદાન મથકની બહાર સંવાદદાતાઓને કહ્યું કે, મારૂ માનવું છે કે ડેમોક્રેટ્સ માટે આ સારી રાત હશે.
- ક્લાઈબર્ને કહ્યું કે ગૃહમાં પકડ બનાવવાની દ્રષ્ટિએ કોઈ ફેરફાર નહી થાય. તેમણે કહ્યું તે સેનેટમાં જીતવું સારૂ રહેશે. તેમણે કહ્યું કે સેનેટને રિપબ્લિકન નિયંત્રણ કરે છે.
01:24 November 04
કમલા હેરિસની અપીલ- કેલિફોર્નિયાના લોકો મોટી સંખ્યામાં કરે મતદાન
ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડનારી ભારતીય મૂળની ઉમેદવાર કમલા હેરીસે મોટી સંખ્યમાં મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે લગભગ 10 કરોડ લોકો 3 નવેમ્બર પહેલા જ મતદાન કરી ચૂંક્યા છે. તેમણે કેલિફોર્નિયાના લોકોને રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી છે.
01:14 November 04
ચૂંટણીમાં લોકશાહીની જીત થવી જોઈએઃ સીનેટર બર્ની સેન્ડર્સ
રાષ્ટ્રપતિની ચૂંટણીના મતદાનની વચ્ચે અમેરિકાના સીનેટર બર્ની સેન્ડર્સે કહ્યું કે આ ચૂંટણી ફક્ત ટ્રંપ અને બિડેન વચ્ચે ચાલી રહેલું મતદાન નથી. તેમણે કહ્યું કે સર્વાધિકારવાદ અને લોકશાહી વચ્ચેની સ્પર્ધામાં લોકશાહીનો વિજય થવો જાઈએ.
01:00 November 04
પોતાના ઘરે પહોંચ્યા જૉ બિડેન
- મતદાનના દિવસે અમેરિકાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જૉ બિડેન ફિલાડેલ્ફિયાના સ્કેન્ટમાં તેના જૂના ઘરે પહોંચ્યા છે. બિડેને પોતાનું બાળપણ અહીં જ વિતાવ્યું હતું. ઘરની બહાર તેમના સમર્થકોએ બિડેનનું સ્વાગત કર્યું.
- ચૂંટણીના દિવસે પોતાના વિરોધી સાથે વાત કરવા અંગે બિડેને કહ્યું હતું કે, તેમણે હજી સુધી તેમના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ સાથે વાત કરી નથી.
00:48 November 04
ટ્રંપની જીત માટે દિલ્હીમાં હવન
ઉત્તર પૂર્વ દિલ્હીના સીમાપુરી વિધાનસભા મત વિસ્તારના આનંદ ગ્રામ લેપ્રોસી કોલોનીના શિવ મંદિરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની જીત માટે હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે અમેરિકામાં રાષ્ટ્રપતિ માટેની ચૂંટણીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે ભારતમાં પણ ડોનાલ્ડ ટ્રંપની જીત માટે વિશેષ પૂજા અર્ચના અને હવનનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
00:28 November 04
કોરોના સંક્રમિત મતદારો પણ કરી શકે છે મતદાન
અમેરિકામાં કોરોના તેજીથી ફેલાઈ રહ્યો છે. અમેરિકા કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત દેશ છે. આ કારણે અમેરિકામાં કોરોના સંક્રમિત મતદાતાઓના મતદાન માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ દરમિયાન કોરોના સંક્રમિત મતદાઓએ માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે, તેમજ તેઓએ મતદાન કરતા પહેલા હાથને સેનિટાઈઝ કરવા પડશે.
00:08 November 04
ટ્રંપ અને બિડેન બંનેને જીતની આશા
અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને તેના ડેમોક્રેટિક વિરોધી જૉ બિડેને મંગળવારે થયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જ્યાં એક તરફ ટ્રંપે બીજી વાર જીતનો દાવો કર્યો છે, તો બીજી તરફ બિડેને પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
22:30 November 03
મેલાનિયા ટ્રમ્પે કર્યુ મતદાન
- ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પે પામ બીચમાં મૉર્ટન અને બારબરા મંડલ રિક્રિએશન સેન્ટરમાં મતદાન કર્યું
21:53 November 03
ટ્રમ્પે કર્યો જીતનો દાવો
- રાષ્ટ્રપતિની ચાલી રહેલી ચૂંટણીની વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની જીતની દાવો કર્યો છે.
- ટ્રમ્પે કહ્યું કે, તેને તેમની જીત અંગે વિશ્વાસ છે. અમને ખૂબ સારું લાગે છે, મને લાગે છે કે આપણે જીતીશું.
- અમને લાગે છે કે, અમને ફ્લોરિડામાં મોટી જીત મળી રહી છે. અમે એરિઝોનાને પણ વિજય આપી રહ્યા છીએ.
- તેમણે વધુમાં કહ્યું કે મને લાગે છે કે, અમે ઉત્તર કેરોલિનામાં અને પેન્સિલવેનિયામાં પણ સારું પ્રદર્શન કરી રહ્યા છીએ
21:53 November 03
બિડેન પ્રાર્થના કરવા માટે ચર્ચ પહોંચ્યા
ચૂંટણી પૂર્વે, ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જૉ બિડેન ડેલાવેર ચર્ચ પહોંચ્યા અને પ્રાર્થના કરી. તેની સાથે તેમની પત્ની જીલ પણ હતી.
21:53 November 03
ફ્લોરિડામાં મતદાન શરૂ
ફ્લોરિડામાં મતદાન શરૂ થઈ ગયું છે. લોકો તેમના મત આપવા મોટી સંખ્યામાં મતદાન મથકો પર પહોંચી રહ્યા છે.
21:52 November 03
ટ્રમ્પ ચૂંટણીના દિવસે વ્હાઇટ હાઉસમાં રહેશે
- રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી દરમિયાન મહિનાઓનાં અભિયાનો બાદ મંગળવારે વ્હાઇટ હાઉસમાં હશે.
- છેલ્લા ત્રણ દિવસમાં 14 રેલીઓ યોજ્યા પછી, રાષ્ટ્રપતિ મંગળવારે રાત્રે એક પ્રચાર પાર્ટીનું આયોજન કરશે જેમાં સેંકડો મહેમાનો ઉપસ્થિત રહેવાની સંભાવના છે.
21:52 November 03
ચૂંટણી પહેલા 100 કરોડ લોકોએ મતદાન કર્યું હતું
- સમગ્ર અમેરિકામાં ચૂંટણી પહેલાના મતદાનનો આંકડો 100 મિલિયનને પાર કરી ગયો છે.
- એક સર્વે મુજબ, ચૂંટણીના મતદાન પહેલા 100 મિલિયનથી વધુ અમેરિકનોએ દેશભરમાં મત આપ્યો હતો
21:52 November 03
લોકોએ ઉત્તર કેરોલિનાના શાર્લોટમાં મત આપ્યો
- મંગળવારે સવારે ઉત્તર કેરોલિનાના ચાર્લોટમાં લોકોએ મતદાન કર્યું હતું.
- આ સમય દરમિયાન લોકો લાંબી કતારોમાં ઊભા જોવા મળ્યા હતા.
- ઉત્તર કેરોલિના કહેવાતા સ્વિંગ રાજ્યોમાંનું એક છે, જ્યાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બિડેન વચ્ચેની હરિફાઈની અપેક્ષા છે.
19:32 November 03
પેન્સિલ્વેનિયાની એલિગેની કાઉન્ટીમાં મતદાન મથક અમુક સ્થળો ન ખુલ્યા
- પેન્સિલ્વેનિયાની એલિગેની કાઉન્ટીમાં ત્રણ જિલ્લા એવા છે જ્યા અત્યાર સુધી મતદાન મથક ખુલ્યા નથી.
- એક અધિકારીએ જણાવ્યું કે, ત્રણ એવા ચૂંટણી જિલ્લા છે જ્યા અત્યાર સુધી મતદાન મથક નથી ખુલ્યા.એવા તમામ સ્થળો પર ચૂંટણી અધિકારીઓ નવા મતદાન સામાગ્રી સાથે પહોંચ્યા છે.
18:50 November 03
કમલા હેરિસે મતદાન કરવા કરી અપીલ
- મતદાન વચ્ચે ઉપ રાષ્ટ્રપતિના ઉમેદવાર કમલા હેરિસે ટ્વિટ કરીને લોકોને વોટ કરવા અપીલ કરી છે.
- તેમણે કહ્યું કે, આજે ચૂંટણીનો દિવસ છે, અને દેશમાં મતદાન સ્થળો પર મતદાન શરૂ થઇ ગયા છે.માસ્ક પેહરો અને http://IWillVote.com પર પોતાના મતદાન સ્થળો જુઓ.
18:47 November 03
ચૂંટણીના દિવસે ચર્ચ પહોંચ્યા બાઇડેન
- જો બાઇડેન ચૂંટણીની દિવસે ડેલાવેયરમાં સ્થિત સેન્ટ જોસેફ ચર્ચ પહોંચ્યા હતા,જો બાઇડેનની સાથે તેમની પત્ની જિસ બાઇડેન પર હાજર હતા.
17:28 November 03
ટ્રમ્પે સમર્થકોનો આભાર માન્યો
- મંગળવારે સવારે એક ટ્વિટમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સમર્થકોને કહ્યું, "મારૂ સમર્થન કરવા બદલ આભાર, હું તમારો દિલથી આભાર માનું છું." તમે શરૂઆતથી જ મારા સમર્થનો છો અને હું તમને કદી નિરાશ નહીં થવા દઉં. તમારી આશાઓ મારી આશાઓ છે, તમારા સપના મારા સપના છે, અને તમારું ભવિષ્ય તેના માટે હું રોજ લડી રહ્યો છું.
17:26 November 03
ડિક્સવિલે નોચમાં બાઇડેને પાંચ વોટ જીત્યા
- ડેમોક્રેટિક અમેરિકન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બાઇડેન, યુએસ-કેનેડા સરહદથી જોડાયેલા ન્યૂ હેમ્પશાયર ટાઉનશીપમાં ડિકસવિલ નોચમાં પાંચેય મત જીતી લીધા છે.
17:18 November 03
કમલા હેરિસે કર્યું ટ્વિટ
- કમલા હેરિસે ટ્વિટ કરી એક વેબસાઇટની લિંક શેર કરી છે,જ્યાથી વોટર તેમની પોલિંગ બૂથ વિશે માહિતી મેળવી શકે છે.
16:48 November 03
તમિલનાડુના ગામમાં કમલા હેરિસ માટે પૂજા કરાઇ
- તમિલનાડુના એક ગામમાં કમલા હેરિસની જીત માટે વિશેષ પૂજા.
- કમલા હેરિસના સંબંધીઓ તિરુવર જિલ્લાના થુલસેન્દ્રાપુરમમાં રહે છે.
- આ ગામના લોકોએ તેમની જીત માટે હેરિસ માટે વિશેષ પૂજા કરાઇ હતી.
- ઉપપ્રમુખ પદ માટે હેરિસ સામે રિપબ્લિકન ઉમેદવાર માઇક પેન્સ છે.
- હેરિસના પિતા જમૈકાથી છે અને તેમની માતા ભારતીય છે.
- હેરિસના માતા પી.વી. ગોપાલન આ ગામના રહેવાસી હતા.
- આ ગામના રહેવાસીઓ તેમને ચૂંટણીમાં જીતતા જોવા માગે છે.
16:39 November 03
ન્યૂ હેમ્પશાયરમાં પ્રથમ મત પડ્યો
- રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પહેલો મત ઉત્તર પૂર્વના ન્યુ હેમ્પશાયર રાજ્યમાં પડ્યો હતો.
- માહીતી અનુસાર, પ્રથમ ન્યૂ હેમ્પશાયરના ડિક્સવિલ નોચ અને મિલ્સફિલ્ડમાં પ્રથમ મત અપાયો.
- ડિકસવિલ નોચમાં ફક્ત પાંચ મતદારો છે.
16:39 November 03
હાઇ એલર્ટ પર સરકારી એજન્સીઓ
- મતદાન અંગે મંગળવારે સરકારી એજન્સીઓ હાઇ એલર્ટ પર છે.
- સિક્રેટ સર્વિસે વ્હાઇટ હાઉસમાં કડક બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે.
- રાષ્ટ્રપતિના નિવાસસ્થાનની આસપાસ હંગામી ધોરણે દિવાલ બનાવવામાં આવી છે.
- આ ચૂંટણીઓ દેશના ઇતિહાસમાં સૌથી વિભાજનકારી ચૂંટણીઓ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
16:38 November 03
નવ કરોડથી વધુ લોકો આગાઉ મતદાન કરી ચુક્યા
- કોરોના રોગચાળાના કારણે, અમેરિકાના મતદારો માટે પોસ્ટલ બેલેટના વિકલ્પને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.
- આંકડા મુજબ 9 કરોડ 70 લાખ અમેરિકન નાગરિકોએ આ વિકલ્પનો ઉપયોગ કર્યો છે.
- એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે આ વર્ષે અમેરિકામાં રેકોર્ડ મતદાન થઇ શકે છે.
16:23 November 03
અમેરિકાની ચૂંટણી પરિણામ - બાઇડેનને 224 ઇલેક્ટોરલ મત, ટ્રમ્પ પાછળ
વોશિન્ગટન :વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં મંગળવારના રોજ ચૂંટણી યોજાઇ હતી,અમેરિકાની સત્તા કોના હાથમાં આવશે તે માટે અમેરિકાના લોકો મતદાન કરી રહ્યા છે. કોરોના મહામારી વચ્ચે, આ મત યુનાઇટેડ સ્ટેટ્સના 46 મા રાષ્ટ્રપતિની પસંદગી માટે યોજવામાં આવી રહ્યો છે.. આ ચૂંટણીની લડાઇમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેન રિપબ્લિકન પાર્ટીના હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પડકાર આપી રહ્યા છે. યુ.એસ. માં ભારતીય સમય પ્રમાણે બપોરે 3.30 વાગ્યે મતદાન શરૂ થયું છે. ભારતીય સમય પ્રમાણે સવારે 6.30 વાગ્યા સુધી મતદાન ચાલશે.