ગુજરાત

gujarat

ETV Bharat / international

ક્લિન્ટન-લેવિંસ્કી સેક્સકાંડનો પર્દાફાશ કરનાર મહિલાનું મોત - ક્લિન્ટન-લેવિંસ્કી સેક્સકાંડનો પર્દાફાશ કરનાર મહિલાનું મોત

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન અને વ્હાઇટ હાઉસની ઇન્ટર્ન મોનિકા લેવિંસ્કીના જાતિય સંબંધો જાહેર કરનારી એક અમેરિકન સિવિલ કર્મચારીનું અવસાન થયું છે.

linda-tripp-who-exposed-clinton-lewinsky-sex-scandal-dead-from-cancer
ક્લિન્ટન-લેવિંસ્કી સેક્સકાંડનો પર્દાફાશ કરનાર મહિલાનું મોત

By

Published : Apr 10, 2020, 5:11 PM IST

વૉશિંગ્ટન: અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન અને વ્હાઇટ હાઉસની ઇન્ટર્ન મોનિકા લેવિંસ્કીના જાતિય સંબંધો જાહેર કરનારી એક અમેરિકન સિવિલ કર્મચારીનું અવસાન થયું છે. ગુરુવારે આ માહિતી મળી હતી.

70 વર્ષીય લિંડા ટ્રિપનું સ્વાદુપિંડના કેન્સરથી મૃત્યુ થયું હતું. તેમના પરિવારે આ માહિતી આપી હતી. ક્લિન્ટન પર 1998માં થયેલા મહાભિયોગના પ્રસ્તાવમાં લેવિંસ્કી સાથેની લિંડાની વાતચીતનું રેકોર્ડિંગ ટ્રાયલ બન્યું હતું. લિંડાએ સ્પેશિયલ પ્રોસીક્યુટર કેનેથ સ્ટાર સામે આ ટેપ રજૂ કરી હતી.

મીડિયા રિપોર્ટ્સમાં જણાવાયું છે કે, લિંડાએ પેન્ટાગોનમાં કામ કર્યું હતું અને લેવિન્સકી સાથે 24 વર્ષનો વય તફાવત હોવા છતાં મિત્રતા કેળવી હતી અને વાતચીત કરી હતી. આ વાતચીતમાં ખબર પડી કે, આ યુવતીના રાષ્ટ્રપતિ સાથે શારીરિક સંબંધ હતાં. આ સેક્સ કૌભાંડને કારણે ક્લિન્ટનને 1998માં રિપબ્લિકનના અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવો પડ્યો હતો.

આ બાબતે ગૃહ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ દ્વારા એક પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો અને આ સંબંધો વિશે ખોટું રાષ્ટ્રપતિ ખોટું બોલ્યાં હોવાનું જણાવાયું હતું. જો કે, સેનેટમાં ડેમોક્રેટ્સની બહુમતિને કારણે બિલ ક્લિન્ટન મહાભિયોગથી બચી ગયાં હતાં, પરંતુ તેમની છબી પર મોટી અસર પડી હતી.

ABOUT THE AUTHOR

...view details