- રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડી ચાલ્યા ગયા
- ઓમાનમાં યુએસ એરબેઝ પર પહોંચ્યો
- રાષ્ટ્રપતિ અશરફ ગની અમેરિકા જઇ શકે
અફઘાનિસ્તાન:દેશ છોડવાની વાત ચીત વચ્ચે, અશરફ ગનીએ સોશિયલ મીડિયા દ્વારા સ્પષ્ટતા રજૂ કરી છે. તેમણે જણાવ્યું કે, આજે મારી પાસે મુશ્કેલ સમય છે મારે મુશ્કેલમાં નિર્ણય લેવો પડ્યો છે. મારે તાલિબાન સમક્ષ ઉભા રહેવું જોઈએ.
ખુન ખારાબા અને યુદ્ધને ટાળવા માટે અફઘાનિસ્તાન છોડવું મને યોગ્ય લાગ્યું- રાષ્ટ્રપતિ અશરફ ગની
છેલ્લા 20 વર્ષથી, મેં અહીંના લોકોને બચાવવામાં મારું જીવન પસાર કર્યું છે. જો મેં દેશ છોડ્યો ન હોત તો તેના પરિણામો અહીંના લોકો માટે ખરાબ હોત માટે તાલિબાનોએ મને હટાવી દીધો છે. તેઓ અહીંના લોકો પર હુમલો કરવા માટે કાબુલમાં આવ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, તાલિબાનો હિંસા સાથે યુદ્ધ જીતી ગયા છે. હવે અફઘાનિસ્તાનના લોકોનું રક્ષણ કરવાની જવાબદારી તેની છે. તેમણે લખ્યું છે કે, ખુન ખારાબા અને યુદ્ધને ટાળવા માટે અફઘાનિસ્તાન છોડવું મને યોગ્ય લાગ્યું.
આ પણ વાંચો:અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ગનીએ દેશ છોડ્યું, કાબુલમાં અમેરિકન દૂતાવાસમાં પહોંચ્યા હેલિકોપ્ટર