ગુજરાત

gujarat

ETV Bharat / international

યુ.એસના રાષ્ટ્રપતિની ચૂંટણી માટે થતી ચર્ચા વિશે જાણો

યુ.એસ. ની ચૂંટણીના આશરે થોડા અઠવાડિયા પહેલા, રિપબ્લિકન અને ડેમોક્રેટિક પક્ષોના રાષ્ટ્રપતિ અને ઉપ-રાષ્ટ્રપતિના ઉમેદવારો ચર્ચા કરે છે, જેમાં રાષ્ટ્રના મુખ્ય અને સમકાલીન મુદ્દાઓ શામેલ હોય છે. ચર્ચાનો હેતુ અમેરિકન નાગરિકોને મહત્ત્વપૂર્ણ બાબતો માટે ઉમેદવારોની નીતિ યોજના અંગેની માહિતી આપવાનો હોય છે. રાષ્ટ્રીય ટેલિવિઝન પર 90 મિનિટની દલીલો જીવંત-પ્રસારિત થાય છે.

US Presidential debate
યુ.એસના રાષ્ટ્રપતિની ચૂંટણી માટે થતી ચર્ચા વિશે જાણો

By

Published : Sep 30, 2020, 4:55 AM IST

Updated : Sep 30, 2020, 9:20 AM IST

હૈદરાબાદ: યુ.એસ. ની ચુંટણીને હવે એક માસ સુધીનો સમય બાકી છે, ત્યારે યુ.એસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક રાષ્ટ્રપતિના ઉમેદવાર જો બિડેન મંગળવારે ટેલિવિઝન ચર્ચાના પ્રથમ રાઉન્ડમાં તેમની શક્તિ દર્શાવવા અને વિરોધીની નબળાઇઓને છતી કરવા સામસામે આવશે.

કટોકટીનો સામનો કરી રહેલા દેશમાં જ્યાં વંશીય ન્યાય વિરોધી ચળવળ અને રોગચાળામાં 2,00,000 થી વધુ અમેરિકનો મૃત્યુ પામ્યા છે અને લાખો બેરોજગાર થયા છે, તેવા સમયે મંગળવારની રાત્રીની ચર્ચા, ટ્રમ્પ અને બિડેનને માટે એક વિશાળ મંચ પુરૂ પાડશે જેમાં તેઓ તેમના જુદા જુદા દ્રષ્ટિકોણોની રૂપરેખા આપી શકશે.

  • સંચાલક અને ગોઠવણ

ફોક્સ ન્યૂઝ ’ક્રિસ વોલેસ દ્વારા ચર્ચામાં મધ્યસ્થી કરવામાં આવશે, જે સીધા શૂટર તરીકેની પ્રતિષ્ઠા ધરાવે છે. વોલેસે 2016 માં રાષ્ટ્રપતિની ચર્ચાને મધ્યસ્થી કરી હતી,જેમાં તેમણે ઉમેદવારો સાથે વાત કરવા માટે સીધા પ્રશ્નોની તરફેણ કરી હતી. તેમણે 2016 ની ચર્ચા પહેલાં કહ્યું હતું કે તેઓ માનતા નથી કે તેમનું કામ 'સત્ય ની ટુકડી બનવાનું છે, અને તેઓ મોટાભાગે ઉમેદવારોના તથ્યોની તપાસ થી દૂર રહે છે.

  • સલામતીના પગલા

કોરોના વાઈરસને લઇ ઘણી પ્રથાઓ, રિવાજો અને દિનચર્યાઓ બદલાઇ છે જેના પગલે નવા શિષ્ટાચારનું પ્રદર્શન કરવામાં આવશે. શરૂઆતના સમયે ટ્રમ્પ અને બિડેન હાથ મિલાવવશે તેવી સંભવાના નથી. તે બન્ને દૂર પોડિયમ પર સ્થિત હશે અને અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ સોશીયલ ડીસ્ટન્સ સાથે મર્યાદિત પ્રેક્ષકો સાથે હશે.

  • યુક્તિઓ અને શૈલી

ટ્રમ્પ, ભૂતપૂર્વ રિયાલિટી શો સ્ટાર છે અને કેમેરા પર સરળતા ધરાવે છે અને ચર્ચા પુર્વે કરવામાં આવતી તૈયારી કરતા નથી. તે હંમેશાં ન્યાયાધીશોની પુષ્ટિ અથવા "કાયદો અને વ્યવસ્થા" જેવા મૈત્રીપૂર્ણ વાચા આપતા મુદ્દાઓ પર છલાંગ લગાવે છે. તેઓ વિરોધીઓ સામે મજાકવાળા ઉપનામો અને નિંદાત્મક હુમલાઓ કરે છે અને ઘણાં ખોટાં નિવેદનો અને ખોટી રજૂઆતો પણ કરે છે.

ડેમોક્રેટિકની પ્રાથમિક ચર્ચાઓ દરમિયાન બાયડેનની ચર્ચા અસમાન હતી જેના પગલે તેઓએ મતદાન અને પ્રાથમિક સ્પર્ધાઓમાં સંઘર્ષમાં કરવો પડયો હતો . રાજકારણમાં દાયકાઓ સુધી રહ્યા બાદ તેમને રાષ્ટ્રપતિ કરતા વધુ અનુભવ મળ્યો છે . બિડને ટ્રમ્પ સાથે સાથોસાથ ઉભા રહીને “ફેક્ટ-ચેકર” બનવાનું વચન આપ્યું છે, પણ એમ પણ કહ્યું છે કે તે “ઝઘડા” માં સપડાઇ જવા માંગતા નથી. રાષ્ટ્રપતિ સામે ચૂંટણી લડી ને , બીડેન એ એવા વ્યક્તિ સામે પડકાર ફેંક્યો છે જે તેમની માનસિક અને શારીરિક સહનશક્તિ અથવા તેના પરિવાર હુમલા કરવાનું ચાલુ રાખી શકે છે.

યુ.એસ રાષ્ટ્રપતિ ચર્ચા શું છે

  • યુ.એસ. રાષ્ટ્રપતિની ચૂંટણીના આશરે થોડા અઠવાડિયા પહેલા, રિપબ્લિકન અને ડેમોક્રેટિક પક્ષોના રાષ્ટ્રપતિ અને ઉપ-રાષ્ટ્રપતિના ઉમેદવારો ચર્ચા કરે છે.
  • 90 મિનિટની દલીલો જીવંત-પ્રસારિત થાય છે.
  • પૂર્વ-નક્કી કરેલા સમકાલીન અને મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થાય છે

ડિબેટ ફોર્મેટ

  • 15 મિનિટના છ સેગમેન્ટસ
  • દરેક ઉમેદવારને સેગમેન્ટ ખોલ્યા પછી મધ્યસ્થીના સવાલના જવાબ માટે બે મિનિટનો સમય આપવામાં આવશે
  • ત્યારબાદ ઉમેદવારો એકબીજાને જવાબ આપી શકશે
  • અને મધ્યસ્થી બાકીના 15 મિનિટના સમયગાળાનો ઉપયોગ કરીને આ મુદ્દા પર વધુ ચર્ચા કરશે

વિષયો

  • ટ્રમ્પ અને બીડેનના રેકોર્ડ
  • સુપ્રીમ કોર્ટ
  • કોવિડ -19 નો દેશવ્યાપી રોગચાળો
  • અર્થ તંત્ર
  • શહેરોમાં વંશીય હિંસા
  • ચૂંટણીને અખંડીતા
Last Updated : Sep 30, 2020, 9:20 AM IST

ABOUT THE AUTHOR

...view details