વોશિંગ્ટન: યુએસ પ્રમુખ જો બિડેને ગુરુવારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર યુક્રેન નજીક રશિયન દળોના વધતા દખલ પર ચર્ચા (Conversation Between Biden and Putin) કરી હતી. વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકી (White House Press Secretary Jane Sackie) દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર બન્ને દેશોના વડાઓ વચ્ચે 50 મિનિટ (50 Minute Conversation) સુધી વાતચીત ચાલી હતી. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને યુક્રેન (Joe Biden Warned Vladimir Putin) સાથે તણાવ ઓછો કરવાની અપીલ કરી હતી. જો બિડેને સ્પષ્ટ કર્યું કે, જો રશિયા યુક્રેન પર વધુ હુમલો કરશે તો વોશિંગ્ટન તેના સાથી અને સહયોગી દેશ નિર્ણાયક જવાબ આપશે.''
10 જાન્યુઆરીએ જીનીવામાં વરિષ્ઠ અમેરિકન અને રશિયન અધિકારીઓ વચ્ચે વાતચીત થશે
જેન સાકીએ કહ્યું કે, રશિયન સમકક્ષ વ્લાદિમીર પુતિન સાથે રાષ્ટ્રપતિ બિડેનની વાતચીત (Conversation Between Biden and Putin) યુએસ સમય અનુસાર બપોરે 3:35 વાગ્યે શરૂ થઈ અને સાંજે 4:25 વાગ્યે સમાપ્ત થઈ હતી. અમેરિકી રાષ્ટ્રપતિએ પણ પુનરોચ્ચાર કર્યો કે વાટાઘાટો માત્ર ડી-એસ્કેલેશનના વાતાવરણમાં જ આગળ વધી શકે છે. આ દરમિયાન તેઓ બન્ને દેશો વચ્ચે વાતચીત ચાલુ રાખવા માટે પણ સંમત થયા હતા. ઉલ્લેખનીય છે કે, 10 જાન્યુઆરીએ જીનીવામાં વરિષ્ઠ અમેરિકન અને રશિયન અધિકારીઓ વચ્ચે વાતચીત થવાની છે.