ગુજરાત

gujarat

ETV Bharat / international

કોરોના વાઈરસ ક્યાંથી આવ્યો તેની 90 દિવસમાં તપાસ કરવા બાઈડને (Joe Biden)ગુપ્તચર એજન્સીઓને આપ્યા નિર્દેશ

કોરોના વાઈરસ એ ચીનની વુહાન લેબની દેન છે તેવું સૌ કોઈ કહી રહ્યા છે. ત્યારે અમેરિકા પહેલાથી જ ચીન પર ગુસ્સે છે. તેવામાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને (Joe Biden ) તેની ગુપ્તચર એજન્સીઓને નિર્દેશ આપ્યા છે કે, તેઓ તપાસ કરે કે આ વાઈરસની ઉત્પત્તિ ક્યાંથી થઈ અને આ અંગેનો રિપોર્ટ 90 દિવસમાં સુપરત કરવો.

ક્યાંથી વાઈરસ આવ્યો તેની 90 દિવસમાં તપાસ કરવા જો બાઈડને ગુપ્તચર એજન્સીઓને આપ્યા નિર્દેશ
ક્યાંથી વાઈરસ આવ્યો તેની 90 દિવસમાં તપાસ કરવા જો બાઈડને ગુપ્તચર એજન્સીઓને આપ્યા નિર્દેશ

By

Published : May 27, 2021, 11:08 AM IST

  • અમેરિકા કોરોનાના કારણે ગુસ્સામાં જોવા મળ્યું
  • જો બાઈડને(Joe Biden )ગુપ્તચર એજન્સીઓને આપ્યા નિર્દેશ
  • વાઈરસની ઉત્પત્તિ ક્યાંથી થઈ તેની તપાસ કરવા નિર્દેશ

અમેરિકા: રાષ્ટ્રપતિ જો બાઈડને (Joe Biden ) બુધવારે ગુપ્તચર એજન્સીઓને કોરોના મહામારીના જન્મસ્થળની તપાસ કરવા માટે બેવડા પ્રયાસ કરવા કહ્યું હતું. બાઈડને (Biden) ગુપ્તચર એજન્સીઓને કહ્યું હતું કે, 90 દિવસની અંદર આ વાઈરસ ક્યાંથી આવ્યો તેની તપાસ કરી તેનો રિપોર્ટ આપે.

આ પણ વાંચો-બાઇડને બેલારુસિયન પત્રકારની ધરપકડની નિંદા કરી હતી

ચીનને આંતરરાષ્ટ્રીય તપાસમાં સહયોગ આપવા બાઈડનની અપીલ

આ સાથે જ જો બાઈડને કહ્યું હતું કે, આ નિષ્કર્ષ કાઢવા માટે અપર્યાપ્ત પુરાવા છે કે, શું આ કોઈ સંક્રમિત પ્રાણીના માનવીય સંપર્કથી થયો છે કે આ લેબ દુર્ઘટનાએ આ મહામારીને જન્મ આપ્યો છે. બાઈડને અમેરિકી રાષ્ટ્રીય પ્રયોગશાળાઓને તપાસકર્તાઓની મદદ કરવાનો નિર્દેશ આપ્યા છે અને ચીનને આંતરરાષ્ટ્રીય તપાસમાં સહયોગ આપવા અપીલ કરી હતી.

આ પણ વાંચો-પેલેસ્ટાઇનો માટે 360 મિલિયન ડોલરની સહાયતા કરશે અમેરિકા

વિશ્વમાં અત્યાર સુધી 35 લાખથી વધુ લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો

વિશ્વ આરોગ્ય સંસ્થા આ સિદ્ધાંતનું બીજી વાર અધ્યયન કરી શકે છે, જે અંતર્ગત કોરોના વાઈરસની ઉત્પત્તિ ચીનની વુહાન લેબથી થઈ હોવાનું મનાય છે. ત્યારબાદ વિશ્વભરમાં આ કોરોના ફેલાયો. આ તમામની વચ્ચે વિશ્વમાં આ વાઈરસથી અત્યાર 16.85 કરોડ લોકો સંક્રમિત થયા છે. જ્યારે 35.01 લાખ લોકોના જીવ ગયા છે.

ABOUT THE AUTHOR

...view details