વૉશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સલાહકાર અને પુત્રી ઇન્વાકા ટ્રમ્પે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક ટ્વિટ કરીને આભાર માન્યો હતો. જેમાં તેણે યોગ નીદ્રાનો એક વીડિયો શેયર કરતાં કહ્યું કે, "આ અદભૂત છે".
વડાપ્રધાન મોદીએ સોમવારે યોગ નિંદ્રાના ફાયદા એક ટ્વિટમાં શેયર કર્યા હતા અને કહ્યું હતું કે, "તેઓ અઠવાડિયામાં એક કે બે વાર તેનો અભ્યાસ કરે છે અને તેનાથી મન હળવા થાય છે અને ચિંતા ઓછી થાય છે. જ્યારે પણ મને સમય મળે છે, હું અઠવાડિયામાં એક કે બે વાર યોગ નિંદ્રાની પ્રેક્ટિસ કરું છું. તે એકંદર સુખાકારીને ઉત્તેજન આપે છે, મનને આરામ કરે છે, તાણ અને અસ્વસ્થતા ઘટાડે છે. તમે યોગ નિંદ્રાના ઘણા વીડિયો નેટ પર જોશો. હું એક વીડિયો શેયર કરી રહ્યો છું"