વોશિંગ્ટન : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પશ્ચિમ એશિયામાં બહેરીન સાથે એક શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. તેમજ ઘોષણા કરી હતી કે, આનાથી ઇઝરાયલની સાથે રાજકીય સબંધ સામાન્ય થવામાં મદદ મળી શકશે.
ટ્રમ્પે આ ઘોષણા ઇઝરાયલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહુ અને બહેરીનના કિંગ હમદ બિન ઇસા અલ ખલીફાની વચ્ચે ફોન પર થયેલી વાતચીત બાદ કરી હતી. એક મહિના અગાઉ ટ્રમ્પે સંયુક્ત અરબ અમીરાત (યૂએઇ) અને ઇઝરાયલની વચ્ચે મધ્યસ્થી કરી હતી. આવતા સપ્તાહે વ્હાઇટ હાઉસમાં યૂએઇ અને ઇઝરાયલના નેતાઓની વચ્ચે એક કરાર થશે.