સેન્ટ પીટર્સબર્ગઃ વાવાઝોડા ઈસાયતે શનિવારે બહામાસમાં ખૂબ વિનાશ સર્જ્યો છે. જેમાં વૃક્ષ અને વિજળીના થાંભળા ઉખડી ગયા છે. હવે આ વાવાઝોડું ફ્લોરિડા દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યું છે. જેથી તે સ્થળે કોરોના વાઇરસને કાબૂમાં કરવાના પ્રયાસો વધુ જટિલ બન્યા છે.
ઈસાયસ વાવાઝોડૂં શનિવારે બપોરે ઉષ્ણકટીબંધીય પવનમાં ફેરવાયું છે, પરંતુ ફ્લોરિડા પહોંચવા સુધી ફરીથી વાવાઝોડાનો રૂપ લેવાની આશંકા છે.
ફ્લોરિડાના ગવર્નર રોન ડીસેન્ટીઝે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, અહીંયા રવિવારની રાત્રીથી અસર જોવા મળી શકે છે.
ફ્લોરિડા પ્રશાસને દરિયા કિનારા, પાર્ક અને વાઇરસ તપાસ કેન્દ્રને બંદ કરી દીધાં છે. રાજ્યમાં વિજળી જવાની સંભાવના પણ છે. જેથી ગવર્નરે લોકોને એક અઠવાડિયા સુધી પાણી, ભોજન અને દવાઓની વ્યવસ્થા કરવા અંગે કહ્યું છે.
નોર્થ કેરોલીનામાં અધિકારીઓએ ઓક્રાકોક આઇલેન્ડ ખાલી કરવા આદેશ આપ્યો છે. કારણ કે, આ સ્થળે ગત વર્ષે ડોરિયને વિનાશ સર્જ્યો હતો.