'અમેરિકાની સેના આતંકવાદી છે': ઈરાન - ઇરાન ન્યૂઝ
તહેરાનઃ ઈરાન અને અમેરિકા વચ્ચે સતત વધી રહેલા તણાવ વચ્ચે ઈરાને સુલેમાનીની હત્યા માટે અમેરિકાના સૈન્ય દળોને આતંકવાદીઓ સાથે સરખાવ્યા છે.
!['અમેરિકાની સેના આતંકવાદી છે': ઈરાન terrorists](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5634635-337-5634635-1578462982693.jpg)
અમેરિકાની સેના આતંકવાદી છેઃ ઈરાન
સેનાના ટોચના અધિકારી કાસિમ સુલેમાનીના મોત બાદ ઈરાન અને અમેરિકા વચ્ચે સતત વધી રહેલી ખેંચતાણ વચ્ચે ઈરાને અમેરિકાના સૈન્ય દળોને આતંકવાદી ગણાવ્યા છે. અગાઉ મંગળવારે અમેરિકાએ ઈરાની વિદેશ પ્રધાનને વિઝા આપવાની ના પાડી હતી. ન્યૂયોર્કમાં યોજાનારી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભાગ લેવા વિઝા ફાળવ્યા નથી. સુલેમાનીની હત્યા બાદ બંને દેશો વચ્ચે યુદ્ઘની સ્થિતિ સર્જાઈ છે.