ગુજરાત

gujarat

ETV Bharat / international

WHOએ વેક્સિનની નિકાસ ફરી શરૂ કરવાના ભારતના નિર્ણયની કરી પ્રશંસા, મનસુખ માંડવિયાનો માન્યો આભાર - મનસુખ માંડવિયા

કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માડંવિયાએ કહ્યું હતું કે, ભારત વધારાની વેક્સિનની નિકાસ ફરી શરૂ કરશે, પરંતુ દેશના લોકોનું રસીકરણ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. WHOના મહાનિયામક ડૉક્ટર ટેડ્રોસ ઘેબ્રેયેસસે કહ્યું છે કે, "કોવેક્સ પહેલ હેઠળ ભારત તરફથી ઑક્ટોબરમાં મહત્વપૂર્ણ વેક્સિન શિપમેન્ટ ફરીથી શરૂ કરવાની જાહેરાત માટે WHO સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયાનો આભાર માને છે.

WHOએ વેક્સિનની નિકાસ ફરી શરૂ કરવાના ભારતના નિર્ણયની કરી પ્રશંસા
WHOએ વેક્સિનની નિકાસ ફરી શરૂ કરવાના ભારતના નિર્ણયની કરી પ્રશંસા

By

Published : Sep 22, 2021, 2:20 PM IST

  • ઑક્ટોબરથી વેક્સિનની ફરી નિકાસ કરશે ભારત
  • 'વેક્સિન મૈત્રી' કાર્યક્રમ હેઠળ સ્વાસ્થ્ય પ્રધાન માંડવિયાએ કરી જાહેરાત
  • WHOએ મનસુખ માંડવિયાનો આભાર માન્યો

નવી દિલ્હી: ઑક્ટોબરથી ફરી વેક્સિનની નિકાસ શરૂ કરવાના ભારતના નિર્ણયનું વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ સ્વાગત કર્યું છે. WHOએ વેક્સિનની નિકાસ માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયાનો આભાર માન્યો છે. સ્વાસ્થ્ય પ્રધાન માંડવિયાએ સોમવારના 'વેક્સિન મૈત્રી' કાર્યક્રમ હેઠળ અને વૈશ્વિક 'કોવેક્સ' પહેલને લઇને વેક્સિનની નિકાસ ફરીથી શરૂ કરવાની જાહેરાત કરી હતી.

WHOના મહાનિયામકે શું કહ્યું?

WHOના મહાનિયામક ડૉક્ટર ટેડ્રોસ ઘેબ્રેયેસસે કહ્યું છે કે, "કોવેક્સ પહેલ હેઠળ ભારત તરફથી ઑક્ટોબરમાં મહત્વપૂર્ણ વેક્સિન શિપમેન્ટ ફરીથી શરૂ કરવાની જાહેરાત માટે WHO સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયાનો આભાર માને છે. વર્ષના અંત સુધી દુનિયાના તમામ દેશોમાં 40 ટકા રસીકરણના લક્ષ્ય સુધી પહોંચવાના સમર્થનમાં આ જાહેરાત મહત્વપૂર્ણ છે."

સરકારને3 મહિનામાં 100 કરોડથી વધારે ડોઝ મળશે

કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માડંવિયાએ કહ્યું હતું કે, ભારત વધારાની વેક્સિનની નિકાસ ફરી શરૂ કરશે, પરંતુ દેશના લોકોનું રસીકરણ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. પ્રધાને કહ્યું હતું કે, સરકારને ઑક્ટોબરમાં કોવિડ-19 રસીના 30 કરોડથી વધારે અને આગામી 3 મહિનામાં 100 કરોડથી વધારે ડોઝ મળશે. તેમણે કહ્યું કે, દેશમાં કોવિડ-19 રસીના અત્યાર સુધી 81 કરોડથી વધારે ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. અંતિમ 10 કરોડ ડોઝ ફક્ત 11 દિવસમાં આપવામાં આવ્યા છે.

CEPI અને WHO 'કોવેક્સ' પહેલનું સહ નેતૃત્વ કરી રહ્યા છે

મનસુખ માંડવિયાએ કહ્યું કે, 'વસુધૈવ કુટુંબકમ' વાક્ય પ્રમાણેના આપણા સિદ્ધાંતો છે. સ્વાસ્થ્ય પ્રધાને કહ્યું કે, વધારાની રસીના ડોઝના પુરવઠાનો ઉપયોગ કોવિડ-19ની વિરુદ્ધ સામૂહિક લડાઈ માટે દુનિયા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવા માટે કરવામાં આવશે. ગાવી, કોલિશન ફૉર એપિડેમિક પ્રિપેયર્ડનેસ ઇનોવેશન (CEPI) અને WHO 'કોવેક્સ' પહેલનું સહ નેતૃત્વ કરી રહ્યા છે.

વધુ વાંચો:કોરોના સામે મહત્તમ સુરક્ષા મેળવવા કોરોનાની રસીનો બુસ્ટર ડોઝ જરૂરી, અમેરિકન ડોક્ટરનો દાવો

વધુ વાંચો: નિષ્ણાતોએ આપી ચેતવણી, નવેમ્બર સુધીમાં ભારતમાં આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર

ABOUT THE AUTHOR

...view details