ગુજરાત

gujarat

ETV Bharat / international

ભારતીય શખ્સ પર અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરવાનો આરોપ

વોશિંગ્ટન: ભારતના એક 20 વર્ષીય યુવક પર સ્લોવેનિયામાં નકલી પાસપોર્ટ બતાવી અમેરીકામાં ઘુસણખોરી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

america
ભારતીય શખ્સ પર અમેરિકામાં ગેરકાયેદેસર રીતે ઘુસણખોરી કરવાનો આરોપ

By

Published : Dec 12, 2019, 7:29 PM IST

મળતી માહીતી મુજબ, આ વ્યક્તિ ઘાનાથી આવ્યો હતો. તેણે વોશિંગ્ટન ડયૂલ્સ આંતરાષ્ટ્રીય એયરપોર્ટ પર અમેરિકાના સુરક્ષા અધિકારીઓને સ્લોવેનિયાનો પાસપોર્ટ બતાવ્યો હતો. અધિકારીને જ્યારે તેના પાસપોર્ટ પર શંકા ગઇ ત્યારે તેની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને જણાવા મળ્યું કે, આ દસ્તવેજો નકલી છે.

વધુ કાર્યવાહી બાદ શખ્સે સ્વીકાર કર્યું કે, તે ભારતીય નાગરિક છે અને દસ્તાવેજો તેના નથી. CBP એ કહ્યું કે, નકલી દસ્તાવેજો સાથે આ શખ્સ અમેરીકામાં આવવા માંગતો હતો.

ABOUT THE AUTHOR

...view details