વોશિંગ્ટનઃ અમેરિકાની અંતરિક્ષ એજન્સીમાં નાસાના પહેલા મંગળ હેલીકોપ્ટરને હવે નામ મળી ગયું છે. જેનો શ્રેય ભારતની મૂળ 17 વર્ષીય યુવતી વનીઝા રૂપાણીને જાય છે.
નૉર્થપોર્ટ, અલ્બામા સાથે સંકળાયેલી જુનિયર હાઈસ્કુલ છાત્રા રૂપાણીને આ શ્રેય ત્યારે મળ્યો, જ્યારે તેણીએ નાસાની 'નેમ ધ રોવર' પ્રતિયોગિતામાં પોતાનો નિબંધ જમા કરાવ્યો. યાંત્રિક ઉર્જા અને પ્રોપલ્શન સિસ્ટમથી નાસાના મંગળ હેલિકોપ્ટરનું સત્તાવાર નામકરણ કર્યા પછી હવે તેને 'એન્જીન્યુઇટી' કહેવામાં આવશે. જે નામનું સુચન રૂપાણીએ કર્યું હતું.
નાસાએ માર્ચમાં ઘોષણા કરી હતીકે આગામી રોવરનું નામ 'પર્સવિરન્સ' હશે, જે નામ સાતમાં ધોરણની એલેકજેન્ડર મૈથરના નિબંધ પર આધારિત છે. એજન્સીએ મંગળ ગ્રહ પર રોવર સાથે જતા હેલિકોપ્ટરનું નામકરણ કરવાનો પણ નિર્ણય કર્યો હતો.
નાસાએ ટ્વીટ કરી કહ્યું કે, 'આપણા માર્સ હેલીકોપ્ટરને નામ મળી ગયું છે. મળીએઃ એન્જિનીલીટીથી છાત્રા વનીઝા રૂપાણીએ નેમ ધ રોવર પ્રતિયોગિતા દરમિયાન નામકરણ કર્યું હતું. એન્જિનીલીટી મંગળ પર પહેલી યાંત્રિક ઉર્જા ઉડાનના પ્રયાસ માટે લાલ ગ્રહ પર 'પર્સવિરન્સ' સાથે જશે.
નાસા દ્વારા બહાર પાડવામાં આવેલી રજૂઆત મુજબ રૂપાણીએ પોતાના નિબંધમાં લખ્યું છે કે, 'એન્જિનીલીટી તે છે, જે લોકોને આશ્ચર્યજનક વસ્તુઓ સાબિત કરવામાં મદદ કરે છે. આ બ્રહ્માંડના દરેક ખૂણામાં આપણી ક્ષિતિજને વિસ્તૃત કરવામાં મદદ કરશે.