ગુજરાત

gujarat

ETV Bharat / international

ભારતીય મૂળના કોંગ્રેસના સભ્ય રાજા કૃષ્ણમૂર્તિએ ત્રીજી વખત જીત હાંસિલ કરી - કૃષ્ણમૂર્તિ

અમેરિકામાં ઔતિહાસિક મતદાન બાદ હવે ચૂંટણીના પ્રારંભિક પરિણામો બહાર આવી રહ્યા છે. ભારતીય મૂળના કોંગ્રેસના સદસ્ય સાંસદ રાજા કૃષ્ણમૂર્તિએ સતત ત્રીજી વખત જીત હાંસિલ કરી છે.

Indian
Indian

By

Published : Nov 4, 2020, 1:23 PM IST

વોશિંગ્ટન: નવી દિલ્હીમાં જન્મેલા 47 વર્ષીય રાજા કૃષ્ણમૂર્તિએ આસાનીથી લિબરટેરિયન પાર્ટીના ઉમેદવાર પ્રેસ્ટન નેલ્સનને આસાનીથી હરાવી દીધા. તેને કુલ ગણવામાં આવેલા મતોના આશરે 7.1 ટકા મતો મળ્યા છે.

કૃષ્ણમૂર્તિના માતાપિતા તમિલનાડુમાં રહે છે

કૃષ્ણમૂર્તિના માતાપિતા તમિલનાડુમા રહે છે. તે 2016માં પહેલી વખત અમેરિકી સંસદના નિમ્ન સદનના સદસ્ય ચૂંટાયા હતા. આ દરમિયાન કોંગ્રેસના સભ્ય એમી બેરા કેલિફોર્નિયાથી પાંચમી વખત અને રો ખન્ના કેલિફોર્નિયાથી ત્રીજી વખત હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે.

કેલિફોર્નિયા અને વોશિંગ્ટનમાં મતદાન શરૂ

કોંગ્રેસ સદસ્ય પ્રેમિલા જયપાલ વોશિંગ્ટન રાજ્યમાંથી ત્રીજી વખત ચૂંટણી જીતવાની આશા રાખી રહ્યા છે. કેલિફોર્નિયા અને વોશિંગ્ટનમાં મતદાન ચાલુ છે. થોડા સમયમાં પરિણામ જાહેર થવાની સંભાવના છે.

ABOUT THE AUTHOR

...view details