ગુજરાત

gujarat

ETV Bharat / international

COVID-19 રસી શોધવા માટે અમેરિકન રિસર્ચ ટીમમાં મહેનત કરતો ભારતીય - ઉત્તરપ્રદેશ ન્યૂઝ

કોરોના વાઈરસની રસી શોધવા માટે એક ભારતીય વૈજ્ઞાનિક અમેરિકન રિસર્ચ ટીમમાં સખત મહેનત કરી રહ્યો છે.

COVID-19
COVID-19

By

Published : Apr 26, 2020, 9:19 AM IST

અલીગઢ: ઉત્તર પ્રદેશના અલીગઢ શહેરનો એક સંશોધન સાથી વિશ્વના અગ્રણી તબીબી સંશોધન કેન્દ્રો, રાષ્ટ્રીય આરોગ્ય સંસ્થાઓ (NIH) માં કોરોના વાઈરસ રોગચાળાની રસી શોધવા માટે કાર્યરત છે.

બાયોકેમિસ્ટ્રીમાં ડોક્ટરની ડિગ્રી મેળવનારા સુમિત ચતુર્વેદી એ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેણે તેના કુટુંબને એક ફોન પર જાણ કરી હતી કે, તેમને કોરોના વાઈરસની રસીનું સંશોધન કરતી ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે.

COVID-19 રસી શોધવા માટે અમેરિકન રિસર્ચ ટીમમાં મહેનત કરતો ભારતીય

"શરૂઆતમાં તે ચંદીગઢમાં વૈજ્ઞાનિક તરીકે કામ કરતો હતો, ત્યારબાદ તેને NIH પાસેથી ફેલોશિપ કરવાની તક મળી. હવે તે કોરોના વાઈરસ સંશોધન પર કામ કરી રહ્યો છે.

સુમિતના પિતા સૂરજભાન ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, " મને ખૂબ આનંદ થાય છે. અમને બધાને તેના પર ગર્વ છે અને હું આશા છે કે, તેને તેના પ્રયત્નમાં સફળતા મળે."

તેમણે આગળ વાત કરતાં કહ્યું હતું કે, તેમના પુત્રએ તેમને સલાહ આપી હતી કે, સરકાર દ્વારા આપવામાં આવતી તમામ માર્ગદર્શિકાઓનું પાલન કરો અને ઘરે જ રહેશો.

સૂરજભાને માહિતી આપી હતી કે, તેના પુત્રની ટીમ રસીના પ્રયોગમાં સફળ થયા પછી, તેની તપાસ 44 વ્યક્તિઓ પર કરવામાં આવશે. જેનું પરિણામ 2 દિવસની અંદર દેખાશે.

ABOUT THE AUTHOR

...view details