વૉશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, વડા પ્રધાન મોદી મારા સારા મિત્ર છે અને એક મહાન નેતા છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટ્રમ્પે કહ્યું કે, મોદી મારા સારા મિત્ર છે અને સારું કામ કરી રહ્યા છે. આ કંઇ પણ સરળ નથી, પરંતુ તેમ છતાં તે સારું કામ કરી રહ્યા છે. તમને એક મહાન નેતા અને મહાન વ્યક્તિ મળ્યા છે.
આ વર્ષે ફેબ્રુઆરી માસમાં ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પની સાથે ભારતની પોતાના બે દિવસીય પ્રવાસ વિશે બોલતા કહ્યું કે, આ એક અતુલ્ય જગ્યા અને દેશ છે અને નિશ્ચિત રુપે મોટો છે.