વૉશિંગટનઃ અમેરિકામાં ત્રણ નવેમ્બરે પ્રમુખપદની ચૂંટણી યોજાવાની છે. આ વચ્ચે ડેમોક્રેટિક પક્ષના નેતાએ નિવેદન આપ્યુ છે કે, ચૂંટણી જીતવા માટે અમને ભારતીય-અમેરિકન નાગરિકોનાં મત મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
આવનારી ચૂંટણીમાં ભારતીય અમેરિકન નાગરિકોને પોતાની તરફ વાળવા રિપબ્લિકન અને ડેમોક્રેટિક પક્ષના નેતાઓ એડી-ચોટીનું જોર લગાવી રહ્યા છે. અમેરિકાના મિશિગન, પેંસિલ્વેનિયા અને વિસ્કૉન્સિન જેવા રાજ્યમાં ભારતીય અમેરિકનોની સંખ્યા અને તેમના મત પરિણામો પર અસર કરી શકે છે.
ડેમોક્રેટિક રાષ્ટ્રીય સમિતિના અધ્યક્ષ થૉમસ પેરેજે એક નિવેદન આપ્યુ હતું કે, મિશિગનાં સવા લાખ ભારતીય અમેરિકન રહે છે. તેમણે રાષ્ટ્રપ્રમુખ પદની પાછલી ચૂંટણીમાં ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર હિલેરી ક્લિંટન અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી પરિણામો અંગે કહ્યુ હતું કે, અમે 2016માં મિશિગનમાં તેઓ 10,700 મતથી હારી ગયા હતાં. તેમણે ઉમેર્યુ હતું કે માત્ર પેંસિલ્વેનિયામાં 1,56,000 ભારતીય અમેરિકન રહે છે. અમે પેંસિલ્વેનિયામાં 42 થી 43 હજાર મતથી હારી ગયા હતાં. વિસ્કૉન્સિનમાં 37 હજાર ભારતીય અમેરિકન રહે છે અને અહીં અમે 21 મતથી હારી ગયા હતાં.
પેરેજે એક વર્ચ્યુઅલ બેઠકમાં જણાવ્યુ હતું કે, ભારતીય અમેરિકન લોકોના મત 2020ની રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. માત્ર મે જણાવેલા ત્રણ રાજ્યો જ મતની સરસાઈમાં મોટુ અંતર લાવી શકે છે.
એએપીઆઈ વિક્ટ્રી ફંડના અધ્યક્ષ શેખ નરસિમ્હને જણાવ્યુ હતું કે, એરિજોનાં 66 હજાર, ફ્લોરિડામાં 1,93 લાખ, જૉર્જિયામાં 1,50 લાખ, મિશિગનમાં 1,25, કૈરોલિનામાં 1,11 લાખ, પેંસિલ્વેનિયામાં 1,56 લાખ ટેક્સાસમાં 4,75 લાખ, વિસ્કૉન્સિનમાં 37 હજાર મળી કુલ 13 લાખની આસપાસ ભારતીય અમેરિકન મતદાતાઓ છે. એએપીઆઈના રાષ્ટ્રીય નિર્દેશનક અમિત જોનીએ જણાવ્યુ છે કે, ભારતીય સમુદાયની સંખ્યા અને તેનો પ્રભાવ વધ્યો છે. ભારતીય અમેરિકન સમુદાય સક્રિય રીતે રાજકારણમાં ભાગ લઈ રહ્યા છે. જોનીએ ઉમેર્યુ હતું કે, નવેમ્બરમાં આવનારી ચૂંટણી ઐતિહાસિક હશે. સરસાઈ મેળવવા માટે ભારતીય-અમેરિકન સમુદાયનો સહયોગ અમારે માટે ફળદાયી નિવડી શકે છે.