વોશિંગ્ટનઃ એમિરાકમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ જો બાઈડેન (77) ડેમોક્રેટિક પાર્ટી તરફથી ઉમેદવાર બની શકે છે. મૂળ ભારતીય કોંગ્રેસની પ્રમિલા જયપાલે અમેરિકામાં યોજાનારી રાષ્ટ્રપદની ચૂંટણી માટે જો બાઈડેનનું સમર્થન કર્યુ છે.
અમેરિકામાં કોંગ્રેસના મૂળ ભારતીય સભ્ય પ્રમિલા જયપાલે રાષ્ટ્રપતિ પદ માટે આ વર્ષે થનારી ચૂંટણીમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બાઈડેેનનું સમર્થન કર્યુ છે. પ્રમિલાએ કહ્યું કે તેમનામાં જનસેવક માટે સમર્પણ અને અમેરિકીઓમાં એકતા જાળવી રાખવાની ક્ષમતા છે.
બાઈડેન (77) ડેમોક્રેટિક પાર્ટી તરફથી ઉમેદવાર બની શકે છે.
પ્રમિલા જયપાલે કહ્યું કે, 'આજે હું અમેરિકામાં થનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ઉપ રાષ્ટ્રપતિ જો બાઈડેનને સમર્થન આપવાની ઘોષણા કરું છુ. બાઈડેન એક સમર્પિત જનસેવક અને તેમનામાં અમેરિકીઓમાં એકતા જાળવી રાખવાની ક્ષમતા છે.'
વધુમાં જયપાલે કહ્યું કે, મેં આ અભિયાનની શરૂઆત બર્ની સેન્ડર્સના કટ્ટર અને સ્પષ્ટતાવાળા પ્રતિનિધિ તરીકે કરી હતી. જોકે હું હંમેશાં નીતિ વિષયક મુદ્દે ઉપરાષ્ટ્રપતિ બાઈડેન સાથે સહમત નથી રહી, પણ હું ઇતિહાસમાં કોઈ પણ ઉમેદવારનો સૌથી પ્રગતિશીલ એજન્ડા બનાવવા અને તેનો અમલ કરવા તેમની સાથે કામ કરવા તૈયાર છું.
પ્રમિલા જયપાલ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આલોચક છે.