ગુજરાત

gujarat

ETV Bharat / international

અમેરિકા-ચીન વચ્ચેના ટ્રેડવોરમાં ભારતને થશે ફાયદો - new delhi

નવી દિલ્હી: અમેરિકા અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી કોલ્ડવોરનું વાતાવરણ ગરમ જોવા મળી રહ્યું છે. અમેરિકાએ ચીન સાથે આયાત નિકાસ કરવાનુ બંધ કર્યુ છે. અમેરિકા અને ચીન વચ્ચે થઇ રહેલા ટ્રેડવોરને પગલે માર્કેટ એક્સ્પર્ટ દ્વારા માનવામાં આવી રહ્યું છે કે, અમેરિકા-ચીન વચ્ચે થઇ રહેલા ટ્રેડવોરને કારણે ભારતને ફાયદો થશે.

અમેરિકા-ચીન વચ્ચેના ટ્રેડવોરમાં ભારતને થશે ફાયદો

By

Published : May 17, 2019, 4:41 PM IST

અમેરિકા દ્વારા હાલમાં ચીનના 50 અબજ ડૉલરની હાઇટેક વસ્તુઓ પર 25 % અને 200 અબજ ડૉલરની વસ્તુઓ પર 10 % ટેક્સ મુકવાની જાહેરાતથી બન્ને દેશઓ વચ્ચે ટ્રેડવોર શરૂ થયું છે.

વિશ્લેષકોનું માનવું છે કે, અમેરિકા અને ચીનની વચ્ચે થઇ રહેલા ટ્રેડવોરથી ભારતને ફાયદો થઈ શકે છે. ભારત બન્ને દેશોમાંથી કૃષિ, વાહન અને મશીનરી જેવા ક્ષેત્રોમાં ફાયદો મેળવી શકે છે. અમેરિકા ચીન પાસેથી મુખ્યત્વે મશીનરી અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્ર પર ટાર્ગેટ કરી રહ્યું છે. જ્યારે બીજી બાજુ ચીન અમેરિકાથી ઓટોમોટિવ અને સોયાબીન સહિત કૃષિ ઉત્પાદનને ટાર્ગેટ કર્યુ છે.

ચીનના સરકારી ન્યૂઝપેપર ગ્લોબલ ટાઇમ્સમાં એક અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડવોરથી ભારત અને ચીન વચ્ચે આર્થિક સબંધો સારા થશે. ભારત એક એવો દેશ છે, જે ચીની બજારમાં અમેરિકાની ઉત્પાદનોની આયાતની કમીનો ફાયદો ઉઠાવી શકે છે. ભારત માટે સંભાવનાઓ વધારે છે. પહેરવેશ અને કાપડ ક્ષેત્રમાં મજબૂત સ્થિતી ઉત્પન્ન થઇ શકે છે. કારણ કે, વિશ્વમાં ચીન પછી ભારત જ એવો દેશ છે કે જ્યાં સંપૂર્ણ રીતે ગ્રાહકોની મોટી સંખ્યા છે.

ABOUT THE AUTHOR

...view details