- ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું સંભાળ્યું પ્રમુખપદ
- દરિયાઈ સુરક્ષા, શાંતિની જાળવણી અને આતંકવાદ વિરોધી વિશેષ કાર્યક્રમોનું આયોજન કરશે
- ટી.એસ. તિરુમૂર્તિએ નિકોલસ ડી. રિવેરેનો આભાર માન્યો
ન્યુયોર્ક: ભારતે રવિવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (United Nations Security Council- UNSC) નું પ્રમુખપદ સંભાળ્યું છે અને આ મહિના દરમિયાન દરિયાઈ સુરક્ષા, શાંતિની જાળવણી અને આતંકવાદ વિરોધી વિશેષ કાર્યક્રમોનું આયોજન કરશે.
આ પણ વાંચો: અમેરિકા: ભારતવંશી રાશિદ હુસૈન બન્યા આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા રાજદૂત
ભારતે ફ્રાન્સ પાસેથી પ્રમુખપદસંભાળ્યું
આ બાબતે મળતી માહિતી અનુસાર ભારતે ફ્રાન્સ પાસેથી પ્રમુખપદ સંભાળ્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ એમ્બેસેડર (Ambassador of India to United Nations) ટી.એસ.તિરુમૂર્તિએ જુલાઇ મહિના માટે UN સુરક્ષા પરિષદ યોજવા બદલ સંયુક્ત રાષ્ટ્રમાં ફ્રાન્સના સ્થાયી પ્રતિનિધિ (France Permanent Representative to the UN) નિકોલસ ડી. રિવેરે (Nicolas de Riviere) નો આભાર માન્યો હતો. તિરુમૂર્તિએ ટ્વિટ કર્યું કે, જુલાઈ મહિના માટે UN સુરક્ષા પરિષદનું આયોજન કરવા માટે ફ્રાન્સના PR રાજદૂતનો આભાર. ભારતે ઓગસ્ટ માટે પ્રમુખપદ સંભાળ્યું છે. આ દરમિયાન ફ્રાન્સે જણાવ્યું કે, તે ભારત સાથે સમુદ્રી સુરક્ષા, શાંતિની જાળવણી અને આતંકવાદ વિરોધી મુદ્દાઓ પર કામ કરવા માટે પ્રતિબદ્ધ છે.