ગુજરાત

gujarat

ETV Bharat / international

જયશંકર અને પોમ્પિઓએ કોવિડ-19 તેમજ હિન્દ- પ્રશાંત મુદ્દે કરી ચર્ચા - ઇન્ડો-યુએસ સંબંધ

વિદેશ પ્રધાન એસ જયશંકર અને તેમના અમેરિકી સમકક્ષ માઇક પોમ્પિઓએ ફોન પર વાતચીત કરી હતી, જેમાં તેમણે કોરોના વાઇરસ વૈશ્વિક મહામારી સામે લડવા તેમજ હિન્દ-પ્રશાંત વિસ્તાર સહિત આંતરરાષ્ટ્રીય ચિંતાના મામલે દ્વિ-પક્ષીય અને બહુપક્ષીય સહયોગને લઇને ચર્ચા કરી હતી.

India and US discuss regional and global issues
India and US discuss regional and global issues

By

Published : Aug 7, 2020, 1:24 PM IST

વૉશિંગ્ટનઃ વિદેશ પ્રધાન એસ જયશંકર અને તેમના અમેરિકી સમકક્ષ માઇક પોમ્પિઓએ ફોન પર વાત કરી હતી, જેમાં તેમણે કોરોના વાઇરસ વૈશ્વિક મહામારી સામે લડવા તેમજ હિન્દ-પ્રશાંત વિસ્તાર સહિત આંતરરાષ્ટ્રીય ચિંતાના મામલે દ્વિ-પક્ષીય અને બહુપક્ષીય સહયોગને લઇને ચર્ચા કરી હતી.

વિદેશ મંત્રાલયના પ્રધાન ઉપ પ્રવક્તા કેલે બ્રાઉને જણાવ્યું કે, બંને નેતાઓએ હિન્દ- પ્રશાંત અને વિશ્વભરમાં સમૃદ્ધિ અને શાંતિ કાયમ રાખવા અને સુરક્ષા મજબુત કરવામાં ભારત અને અમેરિકાના સંબંધોની મહત્વની ચર્ચા કરી હતી.

ભારત અને અમેરિકાએ સંસાધન સમૃદ્ધ હિન્દ- પ્રશાંત ક્ષેત્રમાં સહયોગ વધારવાની રીત પર વાતચીત કરી હતી. આ ક્ષેત્રમાં ચીન પોતાનો પ્રભાવ વધારવાનો પ્રયાસ કરી રહ્યો છે. જે મામલે 2018 માં ગોવામાં થયેલા ભારત-અમેરકા સમુદ્રી સુરક્ષા વાર્તાના ત્રીજા ચરણમાં પણ વિસ્તારથી વાત કરવામાં આવી હતી.

અમેરિકા રણનીતિ રુપે મહત્વ ભારત-પ્રશાંત વિસ્તારોમાં ભારતને મોટી ભૂમિકા નિભાવવા માટે પ્રોત્સાહિત કરતો આવ્યો છે.

બ્રાઉને કહ્યું કે, બંને નેતાઓએ ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મામલે નિકટ સહયોગ રાખવા અને આ વર્ષ બાદમાં અમેરિકા ભારત 'ટૂ પ્લસ ટૂ' મંત્રિસ્તરીય વાર્તા અને ચતુષ્પક્ષીય વાર્તાને આગળ વધારવા પર સહમતિ દર્શાવી હતી.

ભારત, અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને જાપાને હિન્દ- પ્રશાંતમાં મહત્વ સમુદ્ર માર્ગોને ચીનના પ્રભાવથી મુક્ત કરવા માટે નવી રણનીતિ વિકસિત કરવાના હેતુથી નવેમ્બર 2017 માં ચતુષ્પક્ષીય ગઠબંધનને આકાર આપ્યો હતો.

પહેલી 'ટૂ પ્લસ ટૂ' વાર્તા સપ્ટેમ્બર 2018 માં નવી દિલ્હીમાં થઇ હતી.

બ્રાઉને જણાવ્યું હતું કે, ફોન પર વાતચીત દરમિયાન જયશંકર અને પોમ્પિઓએ કોવિડ 19 વૈશ્વિક મહામારી સામે લડવા અફ્ઘાનિસ્તાનમાં શાંતિ પ્રક્રિયાને સમર્થન આપવા અને ક્ષેત્રને અસ્થિર કરનારા પગલાઓ સહિત આંતરરાષ્ટ્રીય ચિંતાના મામલે જાહેર દ્વિપક્ષીય અને બહુપક્ષીય સહયોગ પર ચર્ચા કરી હતી.

બંને નેતા કોરોના વાઇરસ વૈશ્વિક મહામારી દરમિયાન સતત સંપર્કમાં છે. આ મહામારીથી વિશ્વભરમાં સાત લાખથી વધુ લોકોના મોત થયા છે અને લગભગ એક કરોડ 90 લાખ લોકો સંક્રમિત થયા છે.

ABOUT THE AUTHOR

...view details