વોશિંગ્ટનઃ કોરોનાની ચાલી રહેલી મહામારી અને અમેરિકામાં ચાલી રહેલી હિંસા વચ્ચે જો બાઇડેન અને કમલા હેરિસે વચન આપ્યું છે કે, બુધવારે અમેરિકામાં ઇતિહાસ લખાશે. રાષ્ટ્રપતિ ઉદ્ઘાટન સમિતિના જણાવ્યા મુજબ, આ વર્ષની થીમ "અમેરિકા યુનાઇટેડ" પર આધારિત છે. રાષ્ટ્રપતિ ઉદ્ધાટન સમિતિ શપથવિધીની એક દિવસ પહેલા રાષ્ટ્રવ્યાપી કોવિડ સ્મારકની યોજના બનાવી હતી. જેમાં આયોજકોને શહેરો અને નગરમાં તેમના મકાન અને ચર્ચમાં 19મી જાન્યુઆરીએ યુએસમાં કોરોનાને કારણે મૃત્યુ પામેલા 3.85 લાખ જેટલા અમેરિકોને એકતા અને સ્મૃતિ રાષ્ટ્રીય સ્તરે શ્રદ્ધાંજલિ આપવા માટે કહેવામાં આવ્યુ છે.
ઉદ્ધાટન દિવસે શુ છે?
જો બિડેન નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત મેળવી હોવા છંતાય, તે દિવસે તે સત્તાવાર રાષ્ટ્રપતિ તરીકે જાહેર નહોતા થઇ શક્યા. જેથી યુ.એસના બંધારણના 20માં સુધારણા મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ અને માઇક પેન્સની સમયમર્યાદા 20મી જાન્યુઆરી બપોર પછી પૂર્ણ થઇ છે. પહેલા ચોથી માર્ચના રોજ નવા રાષ્ટ્રપતિની શપથવિધી યોજવામાં આવી હતી. ચૂંટણી અને શપથવિધી વચ્ચેના સમયગાળામાં વર્ષ 1933માં સુધારો કરીને સમયગાળાને બે મહિનાનો કરવામાં આવ્યો હતો. આ સમયગાળો પહેલાના રાષ્ટ્રપતિને વહીવટી કાર્યોને પૂર્ણ કરવા અને નવા વહીવટી માટે રાષ્ટ્રીય સુરક્ષા અને વિવિધ વિભાગોની માહિતીનું સંક્રમણ કરવા માટેની શરતોને આધિન આપવામાં આવ્યો છે.
ક્યારે, ક્યાં અને કેટલો સમય હોય છે?
બધા ચૂંટાયેલા રાષ્ટ્રપતિએ સતાવાર રીતે રાષ્ટ્રપતિ બનતા પહેલા શપથ લેવી આવશ્યક છે. આ પરંપરાને ધ્યાનમાં રાખીને જો બિડેન અમેરિકાના સવારે 11 કલાકે યુ એસ કેપીટલ ગ્રાઉન્ડ પર સ્કેલેડ ડાઉન ખાતે શપથ સમારોહમાં રાષ્ટ્રપતિ પદ સંભાળશે. જ્યારે યુ.એસ. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જ્હોન જી રોબર્ટ્સ યુનાઇટેડ સ્ટેટ્સ કેપિટલ બિલ્ડિંગ ખાતે શપથ લેવડાવશે. જ્યારે ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા કમલા હેરિસનને સુપ્રિમ કોર્ટના જસ્ટિસ સોનિયા સોટોમોયરે શપથ ગ્રહણ કરાવશે. આ એક ઐતિહાસિક ઘટના છે. જેમાં પ્રથમવાર કોઇ દક્ષિણ એશિયાના અને મહિલા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે.
શપથ સમારોહની પરેડ બપોરે બે વાગે યોજાશે
જુના રાષ્ટ્રપતિની શપથ સમારોહમાં હાજરીની પરંપરા છે. જો કે તે ફરજિયાત નથી. જો બિડેનના શપથ ગ્રહણ માટે કેપીટોલના પશ્ચિમ મોરચા પર વફાદારી અંગે શપથ લેવામાં આવશે. ત્યારબાદ અમેરિકન પોપ સ્ટાર લેડી ગાગા રાષ્ટ્રગીત રજૂ કરશે. જેમાં ગ્રેમી એવોર્ડ વિજેતા જેનિફર લોપેઝ દ્વારા કવિતા વાંચન કરવામાં આવશે. જેમાં ડેલવેરમાં બેથેલ આફ્રિકન મેથોડિસ્ટ એપિસ્કોપ્લ ચર્ચના ડો. સિલ્વેસ્ટર હીમેન દ્વારા ચર્ચમાં લઇ જવામાં આવશે. જે જો બિડેનના 30 વર્ષ જુના મિત્ર છે. રાષ્ટ્રપતિ અને ઉપ-રાષ્ટ્રપતિના પ્રથમ સત્તાવાર પગલા તરીકે માનવામાં આવતા સાઇન ઇન સમારોહ આગળ વધે છે. પછી ઉપસ્થિત ભોજન સમારંભમાં ઉપસ્થિત રહે છે. જે પરંપરા 1897થી ચાલે છે. ત્યારબાદ જો બિડેન અને કમલા હેરિસ તેમના તબક્કા વાર કાર્યક્રમમાં આગળ વધશે. જેમાં ઔપચારિક રીતે લશ્કરી રેજિમેન્ટ, નાગરિકો, બેન્ડ અને વિવિધ ફ્લોટ્સની પરેડમાં જોડાશે અને જે પેન્સિલ્વેનીયા એવન્યુથી વ્હાઇટ હાઉસ જશે. અભિનેતા ટોમ હેકન્સ અને સંગીતકાર બોન જોવી, પોપ સ્ટાર્સ ડેમી લોવાટો અને જસ્ટિન ટિમ્બરલેક સાથે જોડાશે. જે વર્ચુયલ લાઇન પર જોડાશે અને જે યુ એસ નેટવર્ક અને કેબલ ચેનલો પર દર્શાવવામાં આવશે. સોશિયલ મિડીયા પર પણ જીવંત પ્રસારણ કરાશે. જેમાં એમેઝોન પ્રાઇમ વિડીયો , માઇક્રો સોફ્ટ, ફડ બિંગ, ફોક્સ , એટીએન્ડ ટી ટીવી , યુ શ્લોકમાં થશે.
અલગ શુ થશે?