ગુજરાત

gujarat

ETV Bharat / international

કોવિડ-19: IMFએ નેપાળને કરી 21.4 કરોડ ડૉલરની સહાય - આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (આઇએમએફ)

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (આઇએમએફ)એ કોવિડ -19થી સર્જાયેલી સ્થિતિ પછી તાત્કાલિક ચૂકવણી માટે રોકડ જરૂરીયાતને પહોંચી વળવા અને નાણાંકીય કટોકટીને દૂર કરવા મદદ માટે નેપાળને 21.4 કરોડ યુએસ ડોલરની ગ્રાન્ટને મંજૂરી આપી છે. IMFએ કહ્યું કે, તાજેતરનાં મહિનાઓમાં દેશની બહાર રહેતા લોકોને પૈસા મોકલવામાં મોટો ઘટાડો થયો છે.

corona
corona

By

Published : May 7, 2020, 11:41 PM IST

વોશિંગ્ટન: આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (આઇએમએફ)એ કોવિડ -19થી સર્જાયેલી સ્થિતિ પછી તાત્કાલિક ચૂકવણી માટે રોકડ જરૂરીયાતને પહોંચી વળવા અને નાણાંકીય કટોકટીને દૂર કરવા મદદ માટે નેપાળને 21.4 કરોડ યુએસ ડોલરની ગ્રાન્ટને મંજૂરી આપી છે.

આઇએમએફએ કહ્યું કે, કોવિડ-19ને કારણે અન્ય દેશોમાં વસતા તેના પ્રવાસી દેશમાં પૈસા મોકલવામાં અસમર્થ છે, જેનાથી આવી આવક પર ભારે અસર કરી છે. પર્યટન અને ઘરેલું પ્રવૃત્તિઓને પણ અસર થઇ છે. આ તમામ અસરો દેશના કુલ સ્થાનિક ઉત્પાદન વિકાસ દરને નબળી પાડશે અને ચૂકવણી અને નાણાકીય સ્થિતિની સંતુલનને અસર કરશે.

આઇએમએફએ કહ્યું કે, તાજેતરનાં મહિનાઓમાં દેશની બહાર રહેતા લોકોને પૈસા મોકલવામાં મોટો ઘટાડો થયો છે. કોવિડ -19 સામે લડવા લાગુ સામાજિક અંતર જેવા નિયમોને કારણે પ્રવાસીઓની સંખ્યા અને સ્થાનિક પ્રવૃત્તિઓમાં ઘટાડો થયો છે. સંસ્થાએ કહ્યું કે, નેપાળની તાત્કાલિક પ્રાધાન્યતા લોકોના જીવનને બચાવવા અને આર્થિક પ્રભાવને પહોંચી વળવા છે.

ABOUT THE AUTHOR

...view details