ગુજરાત

gujarat

ETV Bharat / international

ચૂંટણી જીતીશ તો ભારત સાથેના સંબંધ મારી પ્રાથમિકતા રહેશે: જો બિડેન - Beacon Capital Partners

અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર અને ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેનએ કહ્યું કે, જો તેઓ નવેમ્બરમાં ચૂંટણી જીતશે, તો અમેરિકાના સ્વાભાવીક ભાગીદાર ભારત સાથેના સંબંધોને મજબૂત બનાવવાની તેમની અગ્રતા રહેશે. બાઈડેએ બુધવારે ફંડ એકત્રિત કરવા માટે ઓનલાઇન આયોજિત કાર્યક્રમમાં ભારત-અમેરિકા સંબંધો પરના પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, ભારતને પોતાની અને અમારી સુરક્ષા મિત્રતા જરૂરી અને મહત્વપૂર્ણ છે.

Joe Biden
જો બિડેન

By

Published : Jul 2, 2020, 2:19 PM IST

વૉશિંગ્ટન: અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર અને ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેનએ કહ્યું કે, જો તેઓ નવેમ્બરમાં ચૂંટણી જીતશે, તો અમેરિકાના સ્વાભાવીક ભાગીદાર ભારત સાથેના સંબંધોને મજબૂત બનાવવાની તેમની અગ્રતા રહેશે. બાઈડેએ બુધવારે ફંડ એકત્રિત કરવા માટે ઓનલાઇન આયોજિત કાર્યક્રમમાં ભારત-અમેરિકા સંબંધો પરના પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, ભારતને પોતાની અને અમારી સુરક્ષા મિત્રતા જરૂરી અને મહત્વપૂર્ણ છે.

આ કાર્યક્રમ એલન બેવેન્થલ દ્વારા યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, ભારત અને અમેરિકા સ્વાભાવિક ભાગીદાર છે. અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ભારત મહત્વપૂર્ણ હોવાના સવાલ પર કહ્યું હતું કે, આ ભાગીદારી આપણી સુરક્ષા માટે જરૂરી અને મહત્વની છે. ઉપરાષ્ટ્રપતિ તરીકેના તેમના આઠ વર્ષના કાર્યકાળનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, લગભગ એક દાયકા પહેલા અમારી સરકારે અમેરિકા-ભારતના પરમાણુ કરાર કરવામાં આવ્યા તેના પર મને ગર્વ છે, જે એક મોટો કરાર હતો.

જો બિડને વધુમાં કહ્યં કે, અમારા સંબંધોમાં મહાન પ્રગતિના દ્વાર ખોલવામાં મદદ કરવા અને ભારતની સાથે અમારી મિત્રતાને મજબૂત કરવા ઓબામા-બિડન પ્રશાસનમાં એક ઉચ્ચ પ્રાથમિકતા હતી અને જો હું રાષ્ટ્રપતિ બનીશ તો આગળ પણ એક ઉચ્ચ પ્રાથમિકતા હશે.

ABOUT THE AUTHOR

...view details