ગુજરાત

gujarat

ETV Bharat / international

યુ.એસ.ચૂંટણી 2020: જો બાઇડન જીતશે ,તો બે મહિના સુધી રાષ્ટ્રપતિ પદ સંભાળી શકશે નહીંઃટ્રમ્પ - ઉપરાષ્ટ્રપતિ

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારના રોજ તેમના ચૂંટણી હરીફો પર પ્રહાર કર્યા હતા. ટ્રમ્પે કહ્યું હતું કે જો બાઇડન અમેરિકાની ચૂંટણી જીતશે તો તે બે મહિના સુધી પણ પદ સંભાળી શકશે નહીં.

Trump
Trump

By

Published : Oct 9, 2020, 10:38 AM IST

વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારના રોજ તેમના ચૂંટણી હરીફો પર આકરા પ્રહાર કર્યા હતા. અને કહ્યું હતું કે જો ડેમોક્રેટિક રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બાઇડન 3 નવેમ્બરના રોજ અમેરિકાનીની ચૂંટણી જીતશે તો તેઓ બે મહિના સુધી રાષ્ટ્રપતિ પદ સંભાળી શકશે નહીં.

બુધવારના રોજ ઉપરાષ્ટ્રપતિની ચર્ચામાં 61 વર્ષીય ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સ અને 55 વર્ષીય હેરિસ સામ-સામે આવ્યા હતા, જેમાં ટ્રમ્પ દ્વારા કોવિડ 19 મહામારી, ચીન, વંશીય તણાવ અને જલવાયુ પરિવર્તન જેવા મુદ્દાઓનો સામનો કરવા સફળ રહ્યા હોવાનું કહ્યું હતું.

ટ્રમ્પે ગુરુવારના રોજ જણાવ્યું હતું કે અમે એક કમ્યુનિસ્ટ બનવા જઇ રહ્યા છીએ. કમલા એક સામ્યવાદી છે. તે સમાજવાદી નથી. તેના મંતવ્યો પર એક નજર નાખો. તે ખૂની અને દુષ્ટકર્મીઓને આપણા દેશમાં પ્રવેશ આપવા દેવા માટે સરહદો ખોલવા માંગે છે.

ચર્ચા બાદના નેવાદામાં એક રેલીને સંબોધન કરતાં પેન્સે કહ્યું, હું સ્પષ્ટ કરી દવ કે, ગઈરાત્રે ઉપરાષ્ટ્રપતિની ચર્ચા માત્ર બે ઉમેદવારો વચ્ચેની ચર્ચા જ નહોતી, મને લાગે છે કે તે બે દ્રષ્ટિકોણ વચ્ચેની ચર્ચા હતી.

તેમણે દાવો કર્યો હતો કે જો બાઇડન અને કમલા હેરિસને વધારે કર જોઈએ, ખુલ્લી સરહદો જોઈએ, તેઓ પોલીસને બચાવવા માંગે છે.

ABOUT THE AUTHOR

...view details