ગુજરાત

gujarat

ETV Bharat / international

અમેરિકામાં તૂફાન સૈલીના કારણે એક વ્યક્તિનું મોત, સેંકડો લોકોને બચાવવામાં આવ્યાં

વિનાશક સૈલી વાવાઝોડું ફ્લોરિડાના દરિયાકાંઠે સીધું જ ત્રાટક્યું છે, જેના કારણે લોકોના જાન-માલનું વ્યાપક નુકસાન થયું છે. તો આ તૂફાનમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.

તૂફાન સૈલી
તૂફાન સૈલી

By

Published : Sep 17, 2020, 1:15 PM IST

પેનસાકોલા (યુએસ): હરિકેન સૈલી બુધવારે ફ્લોરિડા-અલબામા બોર્ડર પર પહોંચ્યું હતું. તૂફાન 165 કિ.મી.પ્રતિકલાકની ઝડપે ફૂંકાઇ રહ્યો હતો અને વરસાદ એટલો મુશળધાર હતો કે તે ઇંચમાં નહીં પણ ફુટમાં માપવામાં આવ્યું. વાવાઝોડાની ચપેટમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને ઘરોમાં પાણી ઘૂસી જતા સેંકડો લોકો બે ઘર થયા છે.

અલબામાંના મેયર ટોની કેનને આ અંગે જણાવ્યું કે, એક વ્યક્તિ લાપતા છે અને એકનું મોત થયું છે. પોલીસે જણાવ્યું કે,ક્રિસ્ટોફર કોલંબસનું એક જહાજ પણ ગુમ છે. જે પેનસાકોલા તટ પર ઉભો હતો. મુશળધાર વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઇ હતી. જેમાં 377 લોકોને બચાવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details