ચીનની હુવાઈએ ટેલિકોમ કંપની દુનિયામાં સૌથી વધુ અને વિશાળ નેટવર્ક સપ્લાય કરે છે. જ્યારે આ કંપનીને ચીનની સેના અને સુરક્ષા એજન્સીઓ દ્વારા સંચાલન થતું હોવાના કારણે અમેરિકાએ પ્રતિબંધ મુક્યો હતો. અમેરિકાના ઉચ્ચ અધિકારીઓ હવે 90 દિવસની રાહત આપી છે. જ્યારે અમેરિકાએ પ્રતિબંધ મુક્યો ત્યારે ગુગલે પણ હુવાઈએના એન્ડ્રોઇડ ફોનનું લાયસન્સ રદ કરી નાખ્યું હતું. આ નિર્ણય મોટા ઉથલપાથલથી બચવા માટે કરવામાં આવ્યો છે.
હુવાઇએ કંપનીને રાહત, અમેરિકાએ 90 દિવસ સુધી પ્રતિબંધ હટાવ્યો - Gujarat
વોશિંગટનઃ કેટલાક દિવસોથી અમેરિકા, ઇરાન તથા ચીન વચ્ચે આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે. ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા પર સાયબર હૂમલો થવાની આશંકાથી અમેરિકાની સીસ્ટમને બચાવવા માટે સાયબર ઇમરજન્સી દરમિયાન ચીનની હુવાઈએ કંપની પર પ્રતિબંધ મુક્યો હતો. તે પ્રતિબંધના નિર્ણયને હવે 90 દિવસ સુધી સ્થગિત કરી દેવામાં આવ્યો છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના આદેશ બાદ હુવાઈએ કંપનીના કોઇ ઇક્વિપમેન્ટનો ઉપયોગ અમેરિકા અને અમેરિકાના મિત્ર દેશો ન કરે તેવો પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જેથી ગુગલે પણ પોતાની સર્વિસ હુવાઈએ કંપની પાસેથી પાછી ખેંચી હતી, જે બાબતે ગુગલે નિવેદન આપ્યું હતું કે ચીન કંપનીનુ લાયસન્સ કેન્સલ કરવામાં નથી આવ્યુ, પરંતુ અમેરિકા કોર્મસ ડિપાર્ટમેન્ટના આદેશનું પાલન કર્યુ છે.
અમેરિકાએ મુકેલા પ્રતિબંધ બાદ હુવાઈએના સંસ્થાપક રેન ઝોંગફઇએ અમેરિકા પર આક્ષેપ કર્યા હતા કે, અમેરિકા કંપનીની તાકાતને ઓછી ન આંકે, અમેરિકાના રાજનેતાઓના વ્યવહાર પ્રમાણે તેઓ અમારી તાકાતને ઓછી આંકી રહ્યા છે. આનાથી અમારી 5જી સર્વિસ પર કોઇ અસર નહી પડે. આવનારા 3,4 વર્ષ સુધી કોઇ કંપની અમારી નજીક નહી પહોંચી શકે.