- મર્યાદિત અંગ્રેજી નિપુણતા (LEP) નો દર એશિયન અમેરિકન સમુદાયોમાં ઘણો બદલાય છે
- ત્રીજા ભાગની વસ્તીને અંગ્રેજીમાં વાતચીત કરવામાં મુશ્કેલીઓ છે
- એશિયન અમેરિકનોએ રોગચાળા દરમિયાન ભારે નાણાકીય મુશ્કેલીઓનો સામનો કર્યો
વોશિંગ્ટન: એશિયન અમેરિકનો દ્વારા બોલાતી ટોચની પાંચ ભાષાઓમાં હિન્દી (Hindi)નો સમાવેશ થાય છે. એક જાણીતા નિષ્ણાંતે આ માહિતી આપી છે. એશિયન અમેરિકન્સ એડવાન્સિંગ જસ્ટિસ (AAJC) ના પ્રમુખ અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જ્હોન યાંગે સેનેટ, હોમ ઓફિસ અને ગવર્મેન્ટ એક્શન કમિટીના સભ્યોને જણાવ્યું હતું કે, લઘુમતી પૌરાણિક કથાના વ્યાપક સંસ્કરણમાં ઘણી વખત જે વસ્તુને બાદ કરવામાં આવે છે. તે ભાષાકીય પહોંચનો અભાવ છે. તેમણે કહ્યું કે, એશિયન અમેરિકન વસ્તીના લગભગ બે-તૃતીયાંશ વસાહતીઓ છે. જેમાંથી 52 ટકા પાસે એશિયન અમેરિકન વસાહતીઓની મર્યાદિત પહોંચ છે.
52 ટકા એશિયન અમેરિકન વસાહતીઓ પાસે અંગ્રેજીની નિપુણતા
તેમણે કહ્યું કે, એશિયન અમેરિકન વસ્તીના લગભગ બે તૃતીયાંશ વસાહતીઓ છે. જેમાંથી 52 ટકા એશિયન અમેરિકન વસાહતીઓ પાસે અંગ્રેજીની નિપુણતા છે. યાંગે કહ્યું, મર્યાદિત અંગ્રેજી નિપુણતા (LEP) નો દર એશિયન અમેરિકન સમુદાયોમાં ઘણો બદલાય છે. એશિયન વસાહતીઓ દ્વારા બોલાતી ટોચની ભાષાઓ ચીની, ટેગાલોગ, વિયેતનામીસ, કોરિયન અને હિન્દી છે.
આ પણ વાંચો:યુવા રાઈટર દ્વારા “કોરોના સે ડરોના” હિન્દી ટેલીફિલ્મ દ્વારા લોકોને જગ જાગૃતિનો સંદેશ