ગુજરાત

gujarat

ETV Bharat / international

અમેરિકામાં રેકોર્ડ બ્રેક વરસાદ, વ્હાઈટ હાઉસના બેસમેંટમાં ધુસ્યા પાણી - RECORD

વોશિંગ્ટન: અમેરિકામાં વરસાદને લીધે આવેલા પૂરના કારણે વિકરાળ સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ત્યાં આવેલા પુરે જૂના રેકોર્ડને પણ તોડી નાખ્યાં છે. વરસાદનો વિનાશ એટલી હદ સુધી આવ્યો હતો કે, પાણી વ્હાઇટ હાઉસના બેસમેંટ સુધી આવી ગયા હતાં. જેને કારણે લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

અમેરિકામાં રેકોર્ડ બ્રેક વરસાદ

By

Published : Jul 10, 2019, 11:55 AM IST

જણાવી દઇએ કે, વરસાદી પાણી આવવાના કારણે કેટલીક ગાડીઓ પાણીમાં સમાઇ ગઇ હતી. જ્યારે કેટલીક ગાડીઓને રાહત કામગીરી કરી અને બહાર કાઢી હતી. અમેરિકામાં આવેલા પુરના કારણે નેશનલ વેધર સર્વિસે જણાવ્યું કે ખતરનાક સ્થિતિ સર્જાય છે.

જણાવી દઇએ કે, વિભાગે જણાવ્યું કે માત્ર બે કલાકના આવેલા વરસાદે પાછળના બધા જ રેકોર્ડને તોડી નાખ્યાં છે.

વધુમાં આપત્તિના સમયે વર્જીનિયાના Fairfax County Fire and Rescueના જણાવ્યાં મુજબ તેઓેએ પુરથી બચવા અત્યાર સુધીમાં 30 થી વધુ કોલના જવાબ આપ્યાં છે.

ઉલ્લેનિય, છે કે પુરની સ્થિતિને જોતા વોશિંગ્ટનમા ઉચ્ચ સંગ્રહાલયો અને સ્મારકોને પણ બંધ કરી દીધા છે. પરંતુ, બચાવ કર્મચારીઓએ તે સમયે લોકોના જીવ બચાવવા, સાથે લોકોને ગાડી ન ચલાવવા પણ સાલાહ આપી હતી.

ABOUT THE AUTHOR

...view details