વોશિંગ્ટનઃ આ પ્રકારના પ્રથમ એવા ટર્મિનલ હૃદયરોગવાળા દર્દીને માણસને આનુવંશિક રીતે સંશોધિત ડુક્કરના હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ (Heart of Modified Pig Transplanted Into US Man) કરવામાં આવ્યું છે. વોશિંગ્ટનમાં થયેલી ટ્રાન્સપ્લાન્ટ સર્જરીમાં, મેરીલેન્ડના ટર્મિનલ હાર્ટ ડિસીઝ ધરાવતા 57 વર્ષીય દર્દીને આનુવંશિક રીતે સંશોધિત ડુક્કરનું હૃદય (Pig Heart Tranplant into Human 2022) પ્રાપ્ત થયું છે. સફળ રહેલી સર્જરીના ત્રણ દિવસ પછી દર્દીની હાલત સારી છે.
દર્દી માટે જીવનમૃત્યુનો સવાલ હતો
ડેવિડ બેનેટને ટર્મિનલ હ્રદયરોગ હતો અને યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ મેડિકલ સેન્ટરની નોંધમાં કહેવાયું તેમ ડુક્કરનું હૃદય "હાલમાં ઉપલબ્ધ એકમાત્ર વિકલ્પ" હતું. બેનેટને તેના તબીબી રેકોર્ડની સમીક્ષા પછી પરંપરાગત હૃદય પ્રત્યારોપણ અથવા કૃત્રિમ હૃદય પંપ માટે સાનુકૂળતા ન હતી. "મારા માટે કાં તો મરી જવું અથવા આ ટ્રાન્સપ્લાન્ટ કરવાનો વિકલ્પ હતો. હતું. હું જીવવા માંગુ છું. હું જાણું છું કે તે અંધારામાં એક તીર મારવા જેવું છે, પરંતુ તે મારી છેલ્લી પસંદગી છે," બેનેટે સર્જરી પહેલાં આમ જણાવ્યું હતું.
31 ડીસેમ્બરે ઓપરેશનની છૂટ આપવામાં આવી
બાર્ટલી પી. ગ્રિફિથ, MD કે જેમણે દર્દીમાં શસ્ત્રક્રિયા (Heart of Modified Pig Transplanted Into US Man) દ્વારા ડુક્કરનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું તેમણે જણાવ્યું કે “આ એક સફળતાપૂર્વક સર્જરી હતી અને અમને અંગોની અછતની (Pig Heart Tranplant into Human 2022) કટોકટીને ઉકેલવા માટે એક પગલું નજીક લઇ આવી છે. સંભવિત પ્રાપ્તકર્તાઓની લાંબી સૂચિને પહોંચી વળવા માટે પૂરતા પ્રમાણમાં દાતા માનવ હૃદય ઉપલબ્ધ નથી,” આ ઓપરેશનને યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને 31 ડિસેમ્બરે સર્જરી માટે કેસની કટોકટી સમજીને માન્ય રાખ્યું હતું.
સર્જરીમાં શું થઇ પ્રક્રિયા?