ગુજરાત

gujarat

ETV Bharat / international

ચીનમાં એપલના એપ સ્ટોર પર મોબાઇલ ગેમ્સના અપડેટ બંધ - શેર ઇટ

ચીની સરકારના નિયમોનું પાલન કરવાના દબાણને લઇને એપલે ચીનમાં પોતાના એપ સ્ટોર પર મોબાઇલ ગેમ્સના અપડેટ પર રોક લગાવી છે. તમને જણાવીએ તો ગેમ માટે ચીન સૌથી મોટું બજાર છે.

Apple App Store
Apple App Store

By

Published : Jul 3, 2020, 1:59 PM IST

નવી દિલ્હીઃ એપલે કથિત રીતે ચીન સરકારના કાયદાનું પાલન કરવાના દબાણને લીધે પોતાના એપ સ્ટોર પર હજારો મોબાઇલ ગેમ્સને અપડેટ કરવાનું બંધ કર્યું છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, એપલે ચીનમાં પોતાના એપ સ્ટોર પર હજારો મહેસુલ આપનારા આઇફોન ગેમ્સના અપડેટ પર રોક લગાવી છે.

રિપોર્ટમાં કહ્યું કે, સ્થાનિક નિયમોનું પાલન કરવા માટે વધતા સરકારના દબાણને જોતા એપલે ચીનમાં પોતાના એપ સ્ટોર પર હજારો મોબાઇલ ગેમ્સના અપડેટને બંધ કર્યા છે.

સેન્સર ટાવરના આંકડા અનુસાર, ચીન એપલનો સૌથી મોટો એપ સ્ટોર બજાર છે. જ્યાંથી લગભગ 16.4 બિલિયન ડૉલર પ્રતિ વર્ષની કમાણી થાય છે. તો અમેરિકામાં એક વર્ષમાં 15.4 બિલિયન ડૉલરની કમાણી થાય છે. વર્તમાનમાં ચીને લગભગ 60,000 ગેમ્સ માટે એપલે ચૂકવણી કરવી પડે તેમ છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, એપલે ફેબ્રુઆરીમાં મોબાઇલ ગેમ ડેવલપર્સને જણાવ્યું હતું કે, તેમની ગેમને 30 જૂનથી ચીની નિયામકોના આધિકારીક લાયસન્સની જરુર હશે. મીડિયા અનુસાર ચીન દુનિયાનું સૌથી મોટું ગેમિંગ બજાર છે.

માર્કેટ રિસર્ચ ફર્મ ન્યૂઝ અનુસાર આઇઓએસને ચીનથી કુલ મોબાઇલ ગેમના 53 ટકા મહેસુલ મળે છે, જે લગભગ 13 બિલિયન ડૉલર છે. એપ સ્ટોરને ચીનથી કોઇ અન્ય દેશની તુલનામાં અધિક મહેસુલ મળે છે, જે અધિકાંશ ગેમિંગથી થાય છે.

ABOUT THE AUTHOR

...view details