વોશિંગ્ટન: કોરોના વાઈરસે આખી દુનિયામાં આતંક મચાવ્યો છે. જોહન્સ હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા પ્રમાણે, અમેરિકા આ ચેપી રોગથી સૌથી વધુ અસરગ્રસ્ત રહ્યું છે. તેમના આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં યુ.એસ.માં 1,303 લોકોના મૃત્યુ થયા છે.
વિશ્વભરમાં કોરોના વાઈરસને કારણે 2 લાખ 11 હજારથી વધુ લોકોનાં મોત થયા છે. ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 30 લાખને વટાવી ગઈ છે જ્યારે 9,22,397 દર્દીઓ સાજા થયા છે.
વર્લ્ડમીટરની આંકડાકીય માહિતી અનુસાર, વિશ્વભરમાં કોરોના વાઈરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 30 લાખ 64 હજાર 830 છે. તે જ સમયે, આ વાઈરસથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 2 લાખ 11 હજાર 609 છે.
કોરોના વાઈરસ ગત નવેમ્બરમાં ચીનના વુહાન શહેરથી શરૂ થયો હતો, વૈશ્વિક રોગચાળાને લીધે અત્યારસુધી લાખો લોકો મૃત્યુ પામ્યા છે.