ગુજરાત

gujarat

ETV Bharat / international

ગ્લોબલ કોવિડ-19 ટ્રેકર: 29,94,958 પોઝિટિવ કેસ, 2,06,997 લોકોના મોત - અમેરિકા

કોરોના વાઈરસના વિશ્વવ્યાપી રોગચાળાએ લાખો લોકોનો ભોગ લીધો છે. કોરોના વાઈરસના ચેપને કારણે અત્યાર સુધીમાં વિશવમાં 2.69 લાખ લોકોનાં મોત થયા છે. જ્યારે વિશ્વના 180થી વધુ દેશોમાં 29.94 લાખથી વધુ લોકો આ રોગચાળાના ભરડામાં આવી ચુક્યા છે.

COVID-19
કોવિડ-19

By

Published : Apr 27, 2020, 11:39 AM IST

હૈદરાબાદ: કોરોના વાઈરસ રોગચાળોએ સમગ્ર વિશ્વમાં 29,94,958થી વધુ લોકોને તેના ભરડામાં લીધા છે. જ્યારે 2,06,997થી વધુ લોકોનો ભોગ લીધો છે. અત્યાર સુધીમાં કુલ 8,78,923થી વધુ લોકો સ્વસ્થ થયા છે.

ગ્લોબલ કોવિડ-19 ટ્રેકર

ચીને રવિવાર સવારે આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના વાઈરસના નવા 11 વધુ કેસની સામે આવ્યા છે. સત્તાવાર ગણતરી મુજબ ચીનમાં 82,827 પોઝિટિવ કેસ નોંધાયા છે. જો કે, સતત 11માં દિવસે કોઈ મૃત્યુ નોંધાયું નથી.

20,000થી વધુ લોકોનાં મોત થયા હોય તેવા દેશમાં ઈટાલી, સ્પેન અને ફ્રાન્સ બાદ બ્રિટન ચોથો યુરોપિયન દેશ છે. યુનાઈટેડ સ્ટેટ્સમાં 50,000થી વધુ લોકો કોરોના વાઈરસના કારણે મૃત્યુ પામ્યા છે. અમેરિકાના ન્યુ યોર્કમાં સૌથી વધુ 22,275 લોકોના મોત થયા છે.જ્યારે 2,93,991 લોકોને કોરોના વાઈરસનો ચેપ લાગ્યો છે.

દેશચેપગ્રસ્તની સંખ્યામૃત્યુની સંખ્યા
સ્પેન 226,629 23,190
ઈટાલી 197,675 26,644
ફ્રાંસ 162,100 22,856
જર્મની 157,770 5,976
બ્રિટન 152,840 20,732
તુર્કી 2,805 2805
રશિયા 80,949 747
કેનેડા 46,895 2,560
બ્રાઝિલ 61,888 4,286
અમેરિકા 9,28,619 52,459
કુલ 29,94,958 2,69,097

કોરોના વાઈરસ ઉધરસ અથવા છીંકના કારણે માઈક્રોસ્કોપિક ડ્રોપ મારફતે ફેલાય છે. મોટાભાગના લોકોમાં કોરોના વાઈરસના હળવા અથવા મધ્યમ લક્ષણો જણાય છે. જેમાં તાવ અને ઉધરસ શરૂ થયા બાદ બેથી ત્રણ અઠવાડિયામાં સ્પષ્ટ થાય છે.

ખાસ કરીને વૃદ્ધ, વયસ્કો અને આરોગ્ય સમસ્યાઓવાળા લોકો માટે કોરોના વાઈરસ ન્યુમોનિયા કે ગંભીર બીમારીનું કારણ બની શકે છે. હવે કોરોના વાઈરસને હરાવી મોટી સંખ્યામાં લોકો સ્વસ્થ થઈ રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details