હૈદરાબાદ: ચીનના વુહાન શહેરથી ફેલાયેલા કોરોના વાઈરસથી દુનિયાભરમાં 27 ઓગ્સ્ટના સવારે 11 કલાક સુધીમાં 8,29,666 વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. દુનિયાભરમાં 2,43,32,280 લોકો કોરોના વાઈરસથી સંક્રમિત થયાની પુષ્ટિ થઈ છે. તમને જણાવી દઈએ કે, આ આંકડો સતત બદલતો રહે છે.
વિશ્વમાં કોરોનાઃ દુનિયાભરમાં 2.43 કરોડથી વધુ લોકો સંક્રમિત, જાણો વૈશ્વિક આંકડા - કોરોના અપ ડેટ્સ
દુનિયાભરમાં કોરોના વાઈરસ (COVID-19)ની મહામારીથી લાખો લોકોના મોત થયા છે. ગત્ત ડિસેમ્બર મહિનામાં સંક્રમણનો પ્રથમ કેસ નોંધાયો હતો. કોરોના સંક્રમણથી 8 લાખથી વધુ લોકોના મોત થયા છે. દુનિયાના 180થી વધુ દેશો અને વિસ્તારોમાં 2,43,32,280થી વધુ લોકો આ મહામારીની ઝપેટમાં આવ્યાં છે.
દુનિયાભરમાં કોરોના વાઈરસ
આંકડા અનુસાર દુનિયાભરમાં કોરોના વાઈરસથી સંક્રમિત 1,68,77,954થી વધુ લોકો સ્વસ્થ થયા છે. દુનિયાભરમાં 66,36,134 થી વધુ કેસ એક્ટિવ છે.આ આંકડા વર્લ્ડોમીટર (Worldometer) પરથી લેવામાં આવ્યાં છે. જે સતત બદલાઈ રહ્યાં છે