ગુજરાત

gujarat

ETV Bharat / international

વર્લ્ડ કોરોના અપડેટ: જાણો વૈશ્વિક સ્તરે કોરોના સંક્રમણ કેટલે પહોંચ્યુ? - રશિયા કોરોના રસી

સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસ મહામારીને લઇને પોઝિટિવ કેસની સંખ્યા 2,22,94,596 થઇ ગઇ છે, તેમજ 7,83,430 લોકો અત્યાર સુઘી આ ઘાતક બિમારીથી મૃત્યુ પામ્યા છે. દુનિયામાં સૌથી વધુ કોરોના દર્દીઓ અમેરિકામાં છે અને ત્યારબાદ બ્રાઝિલ દેશ આ મહામારીનો ભોગ બન્યો છે. જ્યારે ભારતમાં 27 લાખથી પણ વધુ કેસ નોંધાઇ ચુક્યા છે.

વર્લ્ડ કોરોના અપડેટ: જાણો વૈશ્વિક સ્તરે કોરોના સંક્રમણ કેટલે પહોંચ્યુ?
વર્લ્ડ કોરોના અપડેટ: જાણો વૈશ્વિક સ્તરે કોરોના સંક્રમણ કેટલે પહોંચ્યુ?

By

Published : Aug 19, 2020, 2:07 PM IST

હૈદરાબાદ: કોરોના વાઇરસ મહામારી દ્વારા સમગ્ર વિશ્વમાં 2,22,94,596 થી વધુ લોકો સંક્રમિત થયા છે તેમજ 7,83,430 લોકો મોતને ભેટ્યા છે, તો બીજી બાજુ 1,50,37,176 લોકો સારવાર વડે સ્વસ્થ પણ થયા છે. સમગ્ર વિશ્વમાં અમેરિકામાં કોરોનાએ સૌથી વધુ કહેર મચાવતા 56, 00, 000થી વધુ સંક્રમિતો અને 1,70,000 મોત થયા છે, જ્યારે દ્વીતિય સ્થાને રહેલા બ્રાઝિલમાં 34,00,000 કોરોના કેસ તેમજ 1,10,000 મોત નોંધાયા છે. ભારતમાં હાલમાં 27 00, 000થી વધુ કોરોના કેસ નોંધાયા છે.

વર્લ્ડ કોરોના અપડેટ: જાણો વૈશ્વિક સ્તરે કોરોના સંક્રમણ કેટલે પહોંચ્યુ?

જે દેશોમાં 4 લાખથી વધુ કોરોના કેસ સામે આવ્યા છે. તેમાં રશિયા મોખરે છે. તેના પછી દક્ષિણ આફ્રિકા, પેરૂ, મેક્સિકો, કોલંબિયા જેવા દેશો છે. જે દેશોમાં 30,000થી વધુ મોત થયા છે, તેમાં મેક્સિકો, ભારત, બ્રિટન, ઇટાલી અને ફ્રાન્સ જેવા દેશો સમાવિષ્ટ છે. આ તમામ દેશોમાં સરકાર દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા અનેક પગલા લેવામાં આવ્યા છે, પરંતુ મોટાભાગે લોકોને ઘરમાં જ રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details