હૈદરાબાદ: ચીનના વુહાન શહેરથી ફેલાયેલી કોરોના વાઈરસની મહામારીથી દુનિયાભરમાં 17 ઓગસ્ટના સવારના 11 કલાક સુધીમાં 7,72,751થી વધુ લોકોના મોત થયા છે. દુનિયાભરમાં 2,18,17,650 લોકો કોરોના વાઈરસથી સંક્રમિત થયાની પુષ્ટિ થઈ છે. તમને જણાવી દઈએ કે, કોરોનાનો આંકડો સતત બદલતો રહે છે.
કોરોનાથી દુનિયાભરમાં 7.72 લાખથી વધુ લોકોના મોત, જાણો વૈશ્વિક આકડાં
દુનિયાભરમાં કોરોના વાઈરસ (COVID-19)થી ફેલાયેલી મહામારીએ લાખો લોકોનો જીવ લીધો છે. ગત્ત ડિસેમ્બર મહિનામાં કોરોના સંક્રમણનો પ્રથમ કેસ નોંધાયો હતો. ડિસેમ્બરથી અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 7.72 લાખથી વધુ લોકોના મોત થયા છે. દુનિયાના 180થી વધુ દેશો અને ક્ષેત્રમાં 2,18,17,650થી વધુ લોકો આ મહામારીની ઝપેટમાં છે.
દુનિયાભરમાં કોરોના વાઈરસ
આંકડા અનુસાર દુનિયાભરમાં કોરોના વાઈરસથી સંક્રમિત 1,45,53,191થી વધુ લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. દુનિયાભરમાં 6,489,537થી વધુ કેસ એક્ટિવ છે. જેમાં અંદાજે 64,329થી વધુ કેસ ગંભીર છે. આંકડો વર્લ્ડોમીટર પરથી લેવામાં આવ્યો છે.