હૈદરાબાદ: ચીનના વુહાન શહેરથી ફેલાયેલો કોરોના વાઇરસથી દુનિયાભરમાં 5,86,128 લોકોના મોત થયાં છે. 16 જુલાઈ સુધીમાં અમેરિકામાં 1.40 લાખથી વધુ લોકોના મોત થયા છે.
દુનિયાભરમાં કોરનાથી 5.86 લાખથી વધુના મોત, જાણો વૈશ્વિક આંકડો - કોરોના વાઈરસથી દુનિયાભર
દુનિયાભરમાં કોરોના વાઇરસ (COVID-19)થી ફેલાયેલી મહામારીએ લાખો લોકોનો જીવ લીધાં છે. ગત્ત ડિસેમ્બર મહિનામાં કોરોના સંક્રમણનો પ્રથમ કેસ સામે આવ્યો હતો, ત્યારબાદ કોરોના સંક્રમણથી 5.86 લાખથી વધુ લોકોના મોત થયા છે. દુનિયાના 180થી વધુ દેશો અને વિસ્તારોમાં 1,36,81,365 લોકો કોરોના મહામારીની ઝપેટમાં આવ્યાં છે.
COVID-19 tracker
આ સિવાય સંક્રમણ મામલે દુનિયામાં 3 દેશોમાં અમેરિકા પ્રથમ સ્થાને છે, ત્યારબાદ બ્રાઝિલ અને ભારતનું સ્થાન છે. બ્રાઝિલમાં 75 હજારથી વધુ જ્યારે ભારતમાં અંદાજે 25 હજાર લોકોના મોત થયા છે. દુનિયાભરમાં 1,36,81,365 લોકો કોરોના વાઈરસથી સંક્રમિત છે. આ આંકડો સતત બદલતો રહ્યો છે.
કોરોના વાઈરસથી સંક્રમિત 80.30 લાખથી વધુ લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. દુનિયાભરમાં 50.65 લાખથી વધુ કેસ એક્ટિવ છે. આંકડા વર્લ્ડોમીટર પરથી લેવામાં આવ્યા છે.