હૈદરાબાદ: ચીનના વુહાનમાંથી ફેલાયેલા કોરોના વાઇરસના પગલે દુનિયામાં 13 જુલાઇ સવાર સુધીમાં 5,71,076 લોકોના મોત નિપજ્યા છે. દુનિયામાં 1,30,27,884 લોકો કોરોના વાઇરસથી સંક્રમિત હોવાનું જાહેર થયું છે. સંક્રમણના કારણે 5,71,076 લોકોના મોત નિપજ્યા છે. તમને જણાવી દઇએ કે, આ આંકડાઓ સતત બદલતા રહે છે.
દુનિયામાં 5.71 લાખ લોકોના મોત, જાણો વૈશ્વિક આંકડાઓ - સંક્રમણ
વિશ્વમાં ફેલાયેલા કોરોના વાઇરસના પગલે લાખો લોકોએ જીવ ગુમાવ્યા છે. ગત વર્ષે ડિસેમ્બરમાં ફેલાયેલા સંક્રમણના પગલે કોરોના સંક્રમણથી 5,71,076 લોકોના મોત નિપજ્યા છે. દુનિયાના 180થી વધુ દેશ અને વિસ્તારોમાં 1,30,27,884 લોકો આ મહામારીના ઝપેટમાં આવી ગયા છે.
દુનિયામાં 5.71 લાખના મોત, જાણો વૈશ્વિક આંકડાઓ
આંકડાઓ મુજબ દુનિયામાં કોરોના વાઇરસથી સંક્રમિત હોય તેવા 75,82,426થી પણ વધુ લોકો સ્વસ્થ થયા છે. દુનિયામાં 48,82,609 કેસ એક્ટિવ છે. જેમાંથી ઓછામાં ઓછા 2 ટકા લોકો ગંભીર છે.