હૈદરાબાદઃ સમગ્ર વિશ્વમાં કોરોનાનો કાળો કહેર વર્તાઈ રહ્યો છે. દિન-પ્રતિદિન વિશ્વમાં હજારો લોકો કોરોનાથી મોતને ભેટી રહ્યાં છે. બુધવારે દુનિયામાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 1.21 કરોડને પાર પહોંચી છે. જ્યારે કે 5.50 લાખ લોકોના મોત થયા છે.
કોવિડ-19: વિશ્વભરમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 1.21 કરોડને પાર
કોવિડ-19થી દુનિયાભરમાં હજારો લોકો પોતાના જીવ ગુમાવી રહ્યાં છે. ગત વર્ષે ડિસેમ્બરમાં કોરોનાનો પહેલો કેસ નોંધાવ્યા બાદ અત્યાર સુધીમાં 5.51 લોકોના કોરોનાથી મોત થયા છે, જ્યારે કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 1.21 કરોડને પાર પહોંચી છે.
coronavirus
જો કે, બીજી બાજુ 70 લાખ લોકોએ કોરોનાને માત આપી છે. હાલ 4.50 લાખ કરતા પણ વધારે એક્ટિવ કેસ છે.